Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાવરકુંડલામાં જુના હઠીલા રોગની હોમિયોપેથીક સારવાર ઉપલબ્‍ધ

આડઅસર વગરની શ્રેષ્‍ઠ સારવાર વિનામૂલ્‍યે મળે છે

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૩: શ્રી વિદ્યાગુરુ ફાઉન્‍ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્‍ય મંદિર માં હોલિસ્‍ટિક સેન્‍ટર આવેલું છે કે જેમાં હોમિયોપેથી, આયુર્વેદિક તથા નેચરોપેથી ચિકિત્‍સા પદ્ધતિસર તેના વિભાગના ડોક્‍ટરો દ્વારા ખુબ સરસ રીતે કરવામાં આવે છે. તેમાં હોમિયોપેથી ડોક્‍ટર તરીકે ડોક્‍ટર અમી પાંધી છેલ્લા ઘણા વર્ષોથી ખુબ સરસ રીતે હોમિયોપેથી પદ્ધતિથી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

હોમિયોપેથીની શોધ ૨૦૦ વર્ષ પહેલા ડોક્‍ટર સેમ્‍યુઅલ હેનીમેન દ્વારા કરવામાં આવી હતી. આજના સમયમાં હોમિયોપેથી ખૂબ જ ઝડપી અને વિકસિત સારવાર છે અને તે સંપૂર્ણ વિશ્વમાં ફેલાયેલી છે ભારતમાં હોમિયોપેથીની સારવાર શરૂ થયાને દોઢ સદી જેટલો સમય થઈ ગયો છે દેશના મૂળ અને પરંપરામાં તે એવી રીતે ભળી ગઈ છે કે હવે તે રાષ્ટ્રીય દવાઓ તરીકે ઓળખાય છે. હોમિયોપેથીની શોધ અને શરૂઆત જર્મની માં થયેલી છે માટે હોમિયોપેથી એ જર્મન સારવાર પદ્ધતિ છે. હોમિયોપેથી સારવારમાં માણસના મન શરીર અને આત્‍માની મૂળભૂત એકતા ને ધ્‍યાનમાં લેવામાં આવે છે માટે હોમિયોપેથી ચિકિત્‍સા પદ્ધતિ રોગને જડમૂળ માંથી નાબૂદ કરે છે દર્દીનો આટલો અભ્‍યાસ બીજી કોઈ સારવાર પદ્ધતિમાં કરવામાં આવતો નથી હોમિયોપથી દવા ધીમે અસર કરે છે એ ખોટી માન્‍યતા છે ખરેખર તે દર્દીના રોગ અને તાસીર ઉપર આધાર રાખે છે.

(1:34 pm IST)