Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાવરકુંડલામાં એકટીવામાં દારૂ લઇ નીકળતા ઝડપાયો

અમરેલી તા.૧૩ : સાવરકુંડલામાં અમરેલી રોડ પીકઅપ બસ સ્‍ટેશન પાસે આવેલ નગરપાલિકા  શૌચાલય પાસે મહંમદ ઉર્ફે મમુ ઉમરભાઇ ઝાંખરરા રહે. સાવરકુંડલા, સંધી ચોક વાળાના હોન્‍ડા કંપનીના સફેદ કલરના એકટીવ મો.સા. જોતા મો.સા.ના સીીટના આગળના ભાગે ત્રણ પુઠ્ઠાના બોકસ હોય જે બોકસમા જોતા બોટલો નંગ-ર૪ જેમાંથી એક બોટલની કિ. રૂા.૩૭પ લેખે બોટલ નંગ-ર૪ કિ. રૂા.૯૦૦૦ તેમજ  બાકીના એક બોકસમાં જોતા રીંગ પેક બોટલો નંગ-૦૬ જેમાંથી એક બોટલની કિં. રૂા.૩૩૦ લેખે બોટલ નંગ-૬ની કિ. રૂા.૧૯૮૦નો પ્રોહી. મુદામાલ મળી આવેલ હોય જે કુલ કિ. રૂા. ૧૦,૯૮૦ નો પ્રોહી મુદામાલ ક/બ્‍જે કરેલ છે.

મજકુર ઇસમે હો/ન્‍ડા કંપનીના સફેદ કલરના એકટીવા મો.સા.માં સદરહુ વિદેશી દારૂની હેરાફેરી કરેલ હોય જે. મો.સા.ના આર.ટી.ઓ. રજી. નં. જી.જે., ૧૪, એકયુ. ૬પપ૭ હોય જે મો.સા.ની. કિ. રૂા.રપ૦૦૦ પ્રોહી. એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ. સોની એ.એસ.આઇ. એચ.પી. ગોહિલ તથા પો. કોન્‍સ. જીતુભાઇ ગોબરભાઇ, પો. કોન્‍સ., ચિંતનકુમાર કનૈયાલાલ, પો. કોન્‍સ. ગૌરવભાઇ જીલુભાઇ તથા પો. કોન્‍સ. બકુલભાઇ રઘુરામભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(1:33 pm IST)