Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કેશોદમાં પોલીસ પકડવા જતાં બેન-બનેવી, પત્‍નીએ આરોપીને ભગાડી મૂક્‍યો

બોલાચાલી કરવાની સાથે પોલીસની ફરજમાં રૂકાવટ કરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ : કેશોદમાં પોલીસ પકડવા જતાં આરોપીને બેન-બનેવી અને પત્‍નીએ ભગાડી મુકી અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી.

કેશોદ પોલીસ મથકમાં તન્‍વીર યુનુસ જેઠવા સામે એટ્રોસીટી સહિતના ગુના નોંધાયા હતા.

દરમિયાન ગઇકાલે સાંજે તન્‍વીર તેની કેશોદમાં બરસાના સોસાયટીમાં રહેતી બહેન સુમેરાના ઘરે આવ્‍યો હોવાની જાણ થતાં કોન્‍સ્‍ટેબલ અમરભાઇ જુંજીયા વગેરે તન્‍વીરને પકડવા ગયા હતા.

પરંતુ આરોપીની બેન સુમેરા તથા બનેવી મહમદ સીડી અને તન્‍વીરની પત્‍ની કાજલે પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને બોલાચાલી કરીને તન્‍વીરને મકાનના પાછળના દરવાજાએથી લગાડી મુક્‍યો હતો.

આ બનાવ અંગે પી.એસ.આઇ. પી.કે.ગઢવીએ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(1:32 pm IST)