Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સાવરકુંડલાઃ સિપાહી સમાજના છાત્રો માટે હોસ્‍ટેલ બનાવવા વિચારણા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૩ : અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ (અલ્‍હાજ) અ. રસીકભાઇ કાઝીએ પીરે તરીક સૈયદ સરકાર હઝરત (અલ્‍હાઝ) દાદાબાપુ કાદરી (સાવરકુંડલા) એહમદાબાદને પત્ર પાઠવીને અખિલ  ગુજરાત સિપાહી સમાજ સાર્વજનીક ટ્રસ્‍ટ સંગે બુનિયાદના કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.

સિપાહી સમાજના સર્વાગી વિકાસ ઉન્‍નતી અને પ્રગતિ માટે શૈક્ષણિક હેતુ સબબ સિપાહી  સમાજના તથા તમામ મુસ્‍લિમ સમાજના વિદ્યાથીૃઓને રાજકોટ મુકામએઆ સુવિધા મળી રહે તે નેક ઇરાદાથી હોસ્‍ટેલ બનાવવાનું વિચારેલ છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજના સાર્વજનિક ટ્રસ્‍ટ નંબર ૭૧૩ ટ્રસ્‍ટ તરફથી રાજકોટ મુકામે જમીન પર પ૧ર વાર લીધેલ છે તે વેચાણ કરવા રજુઆતો થાય  છે. તેવી તમામ રજુઆતોને ગંભીર રીતે ચર્ચાઓ કરી સર્વાનુમતે એવો નિર્ણય કરેલ છે. નકકી કરેલ ચર્ચાઓ મુજબ જે જમીન  વેચાણ કરવાની જે વાત આવેલ છે તે મુજબની હાલની હયાત જમીન જે એજીએસએસ તરફથી લીધેલ છે તે જમીન વેચાણ કરી અન્‍યત્ર જગ્‍યા - જમીન ખરીદવાની વાત કરીએ તો આર્થિક રીતે ભંડોળની સંક્રમણના કારણે નવી જમીન ખરીદી શકાય તેવી સ્‍થિતિ ન હોય જેથી આખરી નિર્ણય મુજબ હાલની હયાત જમીન ઉપર શૈક્ષણિક હેતુ માટે સિપાહી સમાજના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે એક હોસ્‍ટેલ બનાવવાનું નકકી કરેલ છે.(

(1:31 pm IST)