Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માળીયા હાટીનાના લાઠોદ્રાની સીમમાં પિટીશન રાઇટર યુવાનનો આપઘાત

ખેતરના ઢાળીયામાં લટકતો મૃતદેહ મળ્‍યો : અરેરાટી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૩ : માળીયા હાટીનાના લાઠોદ્રાની સીમમાં પિટીશન રાઇટર યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પોલીસે આ બનાવના મુળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. માળીયા હાટીના ખાતે મામલતદાર કચેરી પાસે અરજદારોની અરજી લખવાનું કામકાજ કરતા લાઠોદ્રા ગામે રહેતા પિટીશન રાઇટર દિપકભાઇ નારણભાઇ લખધીર (બારોટ) નામના ૩૦ વર્ષીય યુવાનનો મૃતદેહ ગઇકાલે સવારે લાઠોદ્રાની સીમમાં આવેલ. પરબતભાઇ જણકાંતના ખેતરનાં મકાનના ઢાળીયામાં લટકતો મળી આવેલ.

આ અંગેની જાણ થતાં પોલીસ સ્‍થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવકે ચુંદડી વડે ઢાળીયામાં લટકીને ગળાફાંસો ખાધો હોવાનું જણાવ્‍યું હતું.

પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો હતો. મરનાર યુવાનના ભાઇના જણાવ્‍યા મુજબ દિપકભાઇ શનીવારની રાત્રીના સાડા દસ વાગ્‍યા સુધી તો ઘરે હતા પરંતુ એ ઘરની બહાર ક્‍યારે ગયા ? અને કેમ ગયા? તે અંગેની કોઇ જાણ નથી.

હાલ તો પોલીસે અમોત દાખલ કરી પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આવ્‍યેથી આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. વિશેષ તપાસ પી.એસ.આઇ. બી.કે.ચાવડા ચલાવી રહ્યા છે.

(2:02 pm IST)