Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરઃ પતિના અવસાન બાદ પત્‍નિએ સાસરીયા સામે કરેલ ઘરેલું હિંસાની ફરિયાદ રદ

પોરબંદર તા.૧૩ : પતિના અવસાન પછી સાસુ-સસરા તથા અન્‍ય ઘરના સભ્‍યોસામે ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ મુજબની ફરીયાદ થઇ શકે નહી તેવો પોરબંદર કોર્ટનો મહત્‍વનો ચુકાદો આપેલ હતો.

પોરબંદરની એક મહિલા દ્વારા તેમના સસરા વિનોદભાઇ પંડયા તથા સાસુ દમયંતીબેન પંડયા તથા તેના વિનોદભાઇ પંડયાના મોટાભાઇ સુમનભાઇ પંડયા તથા તેના પતિના બહેન બનેવી સામે ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ મુજબનો કેસ ર૦રરમાં દાખલ કરેલો હતો. અને ભરણ પોષણ તથા મિલ્‍કતમાં ભાગ માંગેલો હતો.

કોર્ટમાં હાલનો કેસ ચલાવવા સંબંધે તકરાર લઇ સીધી જ ડીસ્‍ચાર્જ અરજી આપતા અને તે સબંધે વિગતવાર દલીલ કરતા જણાવેલ કે, હાલ અરજદારના પતિ કોરોનામાં ગુજરી ગયેલ છે અને તેઓ હૈયાત હતાં. ત્‍યારે ર૦૧૮ની સાલમાં ભરણ પોષણનો કેસ કરેલોહતો. અને તેમાં કોર્ટે ભરણ પોષણ મંજુર કરેલ હતુ અને ર૦૧૮ થી ર૦રર સુધીમાં કોઇ ડોમેસ્‍ટીક વાયોલન્‍સનો કેસ દાખલ કરેલ ન હતો. પરંતુ અરજદારના પતિ પાર્થ પંડયાનુ અવસાન થઇ ગયા બાદ સાસુ-સસરા સામે પૈસા પડાવવાના હેતુથી જ ખોટી ફરીયાદ કરેલી હોય અને સાસુ-સસરા ઉમરલાયક હોય અને અરજદારે અગાઉ કરેલી ભરણ પોષણની અરજીમાં તે તેમજ તેના પતિ ગુજરનાર પાર્થ પંડયા ના પ્રેમલગ્ન હોવાના કારણે વર્ષોથી મા-બાપથી અલગ અલગ જુનાગઢ અને રાજકોટ રોકાયેલા હોય અને સાથે રોકાયેલા જ ન હોય તેવું ર૦૧૮ની ભરણ પોષણની અરજીમાં વિગત દર્શાવેલી.

ત્‍યારબાદ ર૦રરમાં હાલનો કેસ દાખલ કરેલો હોય તેમજ રાજકોટની ફેમીલી કોર્ટમાં પણ મિલ્‍કતમાં ભાગ માંગવાનો અલગથી કેસ કરેલો હોય તે તમામ બાબત હાલની અરજીમાં છપુાવેલી હોય અને તે રીતે વર્ષોથી પતિ-પત્‍ની અલગ રહેતા હોય ત્‍યારે ડોમેસ્‍ટીક વાયોલન્‍સ બનવાનો પ્રશ્ન રહેતો ન હોય અને તેથી અગાઉ  કોઇ કેસ કરેલ ન હોય પરંતુ પતિ પાર્થ પંડયાના અવસાન બાદ હાલનો ખોટો કેસ કરેલ હોવા સંબંધેની વિગતવાર દલીલ કરતા કોર્ટ દ્વારા કેસ ચાલે તે પહેલા જ રેકર્ડ ઉપરના પુરાવા તથા હકિકત ધ્‍યાને લઇ પોરબંદરના ચીફ જયુડી. મેજી. શ્રી રાઠોડ દ્વદારા ફરીયાદ ચલાવ્‍યા વગર જ કાયદાની જોગવાઇઓ ધ્‍યાને લઇ રદ કરવાનો હુકમ કરેલો હતો અને તે રીતે આ ચુકાદાથી પુત્રના અવસાન બાદ વહુ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો કોર્ટમાં ન્‍યાય મળી શકતો હોવાનો અહેસાસ કરેલ છે.

આ કામમાં સામાવાળાઓ વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ ડી.  લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નોંધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતા.

(1:29 pm IST)