Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વંથલી પાસે બાઇક સાથે બાઇક ટકરાતા યુવાનનું મોત

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૩ : વંથલી પાસે બાઇક સાથે બાઇક ટકરાતા ધંધુસરનાં વજશી ઉર્ફે વિપુલ મુળીયાસીયા નામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

મૃતક યુવાન તેના મોટર સાયકલ પર બાલોટથી ધંધુસર તરફ આવતા હતા ત્‍યારે સામેથી પૂરપાટ ઝડપે આવેલ જીજે૧૧બીજી-૮૭૮૪ નંબરના બાઇક સવારે તેનું બાઇક વજશી ઉર્ફે વિપુલનાં મોટરસાયકલ સાથે અથડાવ્‍યું હતું.

જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં વજશી ઉર્ફે વિપુલનું સારવાર દરમિયાન મોત થતાં વંથલી પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)