Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરમાં ભૂંડ પકડવાની માથાકુટમાં ફાયરિંગઃ ૧ને ઇજા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૩: બોખીરા વિસ્‍તારમાં ભૂંડ  પકડવાની કામગીરીમાં પંજાબી ૨ યુવાનો વચ્‍ચે માથાકુટમાં ફાયરિંગ થતા એક યુવાનને પગમાં ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયેલ છે.

બોખીરા વિસ્‍તારમાં ભૂંડ પકડવાની કામગીરી વખતે માથાકુટ થતાં સંતોકસિંઘ કરતારસિંઘને  પ્રેમસિંઘ નામના યુવાને  તેની પાસે રહેલી  બંન્‍દુકમાંથી ફાયરીંગ કરતા સંતોકસિંઘને પગમાં ઇજા થતા સરકારી હોસ્‍પીટલે સારવાર માટે ખસેડાયેલ છે

(1:28 pm IST)