Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢ સાંત્‍વન દિવ્‍યાંગની સંસ્‍થા દ્વારા મહિલા દિવસની ઉજવણી

 જૂનાગઢ : આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉત્તમ ઉજવણી સાંત્‍વન વિકલાંગ વિકાસ મંડળની દિવ્‍યાંગ દિકરીઓ સાથે કરી જૈન જાગળતિ લેડીઝ વિંગ દ્વારા ૧૦૦થી વધુ મહિલા સભ્‍યોએ સાંત્‍વનની દિવ્‍યાંગ દિકરીઓ સાથે લીંબુ ચમચી, કોથળા દોડ, ગીત-સંગીત,કૃતિઓ સાથે આનંદ ખુશીઓથી બધાને લાગણી પ્રેમથી તરબતર કરી, આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીને આ બધી સભ્‍ય બહેનોએ સંસ્‍થાની દિવ્‍યાંગ દિકરીઓ સાથે ભોજન કર્યું તથા બન્ને બહેનોની સમાજસેવાની સરાહના કરી સન્‍માન કર્યુ હતું તથા તેમના પિતાજી હરજીભાઈની પ્રેરણાની વાત કરી. દિવ્‍યાંગ દિકરીઓને અત્‍યંત ઉત્તમ ઉલ્લાસ ભર્યો આનંદ આપતા કાર્યક્રમ માટે સ્‍થાપક પ્રમુખ અમિષીબેન ગાંધી, પ્રમુખ સોનલબેન અવલાણી તથા ઉપપ્રમુખ જયશ્રીબેન સંઘવી, અને સૌનો નિલમબેન, રેખાબેન તથા તેમની ટીમે આભાર વ્‍યકત કર્યો હતો.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:28 pm IST)