Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરના ભારવાડામાં તીનપતી જૂગાર રમતા ૩ શખ્‍સો ર૪૮૦૦ની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૧૩ :.. નજીકના ભારવાડામાં જૂગાર રમતા ત્રણ શખ્‍સોને રૂા. ર૪૮૦૦ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ બગવદર પોલીસ સ્‍ટેશનના પો. સબ. ઇન્‍સ. એ. એ. મકવાણા સા. ની સુચના મુજબ પો. હેડ કો. એન. કે. સાદીયા તથા પો. કો. દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા તથા પો. કો. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા નાઓ બગવદર પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ભારવાડા ગૌશાળાની બાજુમાં જાહેરમાં રોડ પર તીનપતી જૂગાર રમતા મુદામાલ રામા પરબતભાઇ ઓડેદરા, રાજૂ અરશીભાઇ મોઢવાડીયા તથા ભરત મેરૂભાઇ કારાવદરાને ર૪૮૦૦ ની રોકડ સાથે પકડી લીધો હતાં.આ જૂગાર કામગીરી પો. સબ. ઇ. એ. એ. મકવાણા તથા પો. હેડ કો. એન. કે. સાદીયા તથા પો. કો. દુલાભાઇ લખમણભાઇ તથા જયમલભાઇ સામતભાઇ તથા વિપુલભાઇ કમલેશભાઇ વિગેરે કરેલ હતાં.

(2:46 pm IST)