Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢમાં સોરઠના રત્‍ન કલાકારોની સ્‍લીપર એસી કોચ બસની સેવાનો પ્રારંભ

ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયાની રજૂઆતના પગલે

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૩ : સોરઠ અને સુરતને રત્‍ન કલાકારોને વતનમાં આવવા માટે જુનાગઢ ભેંસાણ વિસાવદર માણાવદર અનેક તાલુકાના યુવાનો હીરાના ઉદ્યોગ સાથે સુરતમાં જોડાયેલા છે ત્‍યારે આવા યુવાનોને વતનમાં લગ્ન પ્રસંગ સારા માઠા પ્રસંગ દીવાળી કે ઉનાળુ વેકેશનમાં વતન (જુનાગઢ )આવવા માટે ભારે હેરાન ગતિનો સામનો કરવો પડતો હતો. ખાનગી બસમાં વધારે નાણાં ચુકવીને હેરાન થઈને આવુ પડતું હતું.  ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયાએ રજુઆત કરતા વાહન વ્‍યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને વિભાગીય નિયામક એસ.ટી.કચેરી મારફત યોગ્‍ય રીતે રજુઆત કરતા જુનાગઢ આવવા માટે દિવસે સમયનો બગાડ ન થાય તે રીતે રાત્રીની મુસાફરીમાં અનુકુળ આવે તેવી જુનાગઢથી સુરત અને સુરતથી જુનાગઢ વચ્‍ચે નવી એસી.સ્‍લીપર બસ સેવાનો એસ.ટી વિભાગ દ્વારા પ્રારંભ કરવામાં આવ્‍યુ છે.

આ બસ જુનાગઢથી દરરોજ સાંજના ૨૦:૩૦ વાગ્‍યે ઉપડશે અને સવારે ૭.૧૦ મીનીટે સુરત પહોચશે. જયારે સુરતથી રાત્રીના ૧૯:૦૦ વાગ્‍યે ઉપડીને સવારે પઃ૪૦ જુનાગઢ પહોચશે.વાયા તારાપુર ચોકડીથી સુરત જશે. આ બસ શરૂ થતા જુનાગઢના રત્‍ન  કલાકારોએ સરકારનો આભાર વ્‍યકત કરેલ છે.

(1:24 pm IST)