Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માળીયાહાટીનાનાં લાઠોદરાનાં દિપક બારોટની હત્‍યા કે આત્‍મહત્‍યા ? તપાસનો ધમધમાટ

(મહેશ કાનાબાર દ્વારા) માળીયાહાટીના, તા.૧૩: માળીયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે વાડી વિસ્‍તારમાં દીપકભાઈ નારણભાઈ લખધીર ઉંમર વર્ષ ૩૦ જાતે  બારોટ  ની ડેડબોડી આજે સવારના ૭:૦૦ વાગે લાઠોદરા વાડી વિસ્‍તારમાં જોવા મળતા ગ્રામધનો એ દીપકભાઈના ભાઈ યશવંતભાઈને જાણ કરતા યશવંતભાઈએ માળીયાહાટીના પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસ વડાશ્રી ની સુચનાથી ડીવાયએસપી શ્રી   કોડીયાતર સાહેબ પી.એસ.આઇ.શ્રી  ચાવડા સાહેબ  સહિત ની પોલીસ ટીમ એ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ગ્રામજનોનું  અને લોકોનું  એવું કહેવું છે કે આ   મર્ડર હોય એવું  કહેવાય છે  દિપકભાઈ નારણભાઈ લખધીર  માળીયાહાટીનામા મામલતદાર કચેરી પાસે અરજી લખવાનું કામકાજ કરતા હતા તાલુકા માં સારી લોક ચાહના મેળવેલ છે આ બનાવ અંગે પોલીસ એ ઝીણવટ ભરી ઊંડી તપાસ શરૂ કરી દીધી છે.

આ મર્ડર છે કે  કેમ ?? એ પી એમ  નો રિપોર્ટ. આવે એ  પછીજ સાચી હકીકત નો ખ્‍યાલ આવશે એમ પોલીસ દ્વારા જણાવાયું છે દીપકભાઈના ભાઈ જશવંતભાઈ જણાવ્‍યું હતું કે દીપકભાઈ રાતના શાળા દસ  વાગ્‍યા  સુધી તો ઘરે હતા પણ એ ઘર ની બહાર કયારે ગયા ??  કેમ ગયા ?? એ અમોને પણ ખબર નથી એમ યશવંતભાઈ  એ જણાવેલ છે આ બનાવ અંગે નાના એવા લાઠોદરામાં અનેક  અટકળો થઈ રહી છે.   મર્ડર છે ??  આત્‍મહત્‍યા છે ???   કોઈ મારી નાખેલ છે. ?? આવા અનેક પ્રશ્‍નો લોકો માં ચર્ચાય છે.

(1:24 pm IST)