Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પોરબંદરમાં ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ દ્વારા પુ.ભાઇશ્રી વ્‍યાસાસને ભાગવત સપ્‍તાહનો પ્રારંભ

મુખ્‍ય યજમનોની શણગારેલી બગીઓ તથા ઘોડાગાડીઓ સાથે પોથીયાત્રા નીકળીઃ વિવિધ સંસ્‍થાઓ દ્વારા ફુલોથી સ્‍વાગત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૩ : સર્વજ્ઞાતિના વિકાસ - કલ્‍યાણ અર્થે ઇન્‍ટરેનશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સીલ દ્વારા આયોજીત ભાગવત સપ્‍તાહની ગઇકાલે મુખ્‍ય યજમાનોની શણગારેલી બગીઓ તથા ઘોડાગાડીઓ સાથે પોથીયાત્રા નીકળી હતી. કથાકાર પૂ.રમેશભાઇ ઓઝા (પુ.ભાઇશ્રી)ના વ્‍યાસાસનેથી આજે ભાગવત સપ્‍તાહનો પ્રારંભ થઇ રહ્યો છે.

શ્રી ઇન્‍ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્‍સિલ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહની ભવ્‍યાતિ પોથીયાત્રા  ગઇકાલે બપોરના નીકળી હતી. આ પોથીયાત્રા હરિમંદિરથી નીકળી નરસંગ ટેકરી, કમલાબાગ, જુનો ફુવારો, યુગાન્‍ડા રોડ, રેલવે સ્‍ટેશન, હનુમાન ગુફા, બસ સ્‍ટેશન નિર્ધારિત રૂટ પર ફરી થઇ ચોપાટી કથા મંડપ ખાતે સંપન્‍ન થવા પામી હતી. યાત્રાના પ્રારંભે જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી ભાઇ-બહેનો હરિમંદિર ખાતે ઉમટી પડયા હતા.

પોથીયાત્રામાં મોટાભાગના લોકોમ હેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં દેખાઇ રહયા હતા. સર્વપ્રથમ વિરાટ મેદનીની ઉપસ્‍થિતિમાં હરિમંદિરમાં ભાગવત સપ્‍તાહના યજમાનોએ પોથીને નમન કરી પુજય ભાઇશ્રીના આશીર્વાદ મેળવ્‍યા હતા. ત્‍યારબાદ મહેર જ્ઞાતિના નાનકડા તલવાર રાસની ઝલક બાદ પોથીયાત્રાનું પ્રસ્‍થાન પુજય ભાઇશ્રીએ કરાવ્‍યુહતુ. આ પોથીયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. મોટી સંખ્‍યામાં લોકો કાર, બાઇકસ અને પગપાળા પોથીયાત્રામાં જોડાયા હતા. શણગારાયેલી બગીઓ અને ઘોડાગાડીઓમાં મુખ્‍ય યજમાન અને મહાનુભાવો સવાર હતા. મોટી સંખ્‍યામાં ઘોડેસવારો જોડાયા હતા. પોથીયાત્રા જે અશ્વનૃત્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતુ. ખેલૈયાઓએ રાસ પણ રજુ કર્યા હતા. યાત્રાને નિહાળવા જાણે માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. લોકો ઠેર ઠેર પુષ્‍પવર્ષા કરી યાત્રાનું અભિવાદન કરી રહયા હતા. પોથીયાત્રા ઉપર સમાજના લોકોએ અને સંસ્‍થાઓએ પોથીયાત્રા ફુલોથી સ્‍વાગત કર્યુ હતુ.

(1:22 pm IST)