Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જુનાગઢ કળષિ યુનિવર્સિટી દ્વારા આંતર મહાવિદ્યાલયો - પોલીટેકનીકો ખેલકૂદ સ્‍પર્ધાઓ યોજાઈ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા :૧૩ : કળષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર મહાવિદ્યાલયો/પોલીટેકનીકો ખેલકૂદ સ્‍પર્ધાઓનું કળષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય,  અને કળષિ પોલિટેકનીક, સીદસરના યજમાનપદે યુનિવર્સિટીના જીમખાના મેદાન ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ. આ આંતર મહાવિદ્યાલય / પોલીટેકનીક ખેલકૂદ સ્‍પર્ધાઓના વિવિધ પ્રકારની ઇવેન્‍ટ જેમકે દોડ, ચક્ર ફેક, બરછી ફેક, ગોળા ફેક, હાઈ જમ્‍પ, લોન્‍ગ જમ્‍પ, વિગેરેમાં કળષિ યુનિવર્સિટીની પાંચ વિદ્યાશાખાઓ તથા છ પોલીટેકનીકોના કુલ ૧૮૨ સ્‍પર્ધકોએ ખુબજ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધેલ.

આ આંતર કોલેજ ખેલકુદ સ્‍પર્ધાના ઉદ્ધાટન સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી ચોવટીયા, ઉદઘાટક અને મુખ્‍ય મહેમાન કોમર્સ અને લો કોલેજના પ્રિન્‍સીપાલ ડો. એમ. પી. ત્રાડા, વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવળત્તિના નિયામક ડો. આર. એમ. સોલંકી, વિસ્‍તરણ શિક્ષણ નિયામક ડો. એચ. એન. ગાજીપરા, કળષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્‍સીપાલ અને ડીન ડો. એન. કે. ગોટીયા, વિવિધ વિદ્યાશાખાના પ્રિન્‍સીપાલશ્રીઓ ડો. એસ. જી. સાવલિયા, ડો. ડી. કે. વરૂ, ડો. સી. ડી. લખલાણી, કળષિ પોલિટેકનીક-સીદસરના આચાર્ય ડો. કે. બી. પટેલ, કાર્યપાલક ઇજનેર ભરતસિહ ઉમ્‍મટ તથા કળષિ ઈજનેરી મહાવિદ્યાલયના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા વિગેરે પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટયથી ઉદ્ધાટન કરવામાં આવેલ. આ ઉદ્ધાટન સમારોહમાં ડો.  એન. કે. ગોટીયા દ્વારા ઉપસ્‍થિત સર્વેનું શબ્‍દોથી સ્‍વાગત કરવામાં આવેલ. સમારોહના અધ્‍યક્ષ ડો. વી. પી. ચોવટિયા દ્વારા વિદ્યાર્થીઓને ખેલદિલી પૂર્વક રમવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા ત્‍યારબાદ મુખ્‍ય મહેમાન ડો. એમ. પી. ત્રાડા દ્વારા વિદ્યાર્થીઓને વ્‍યસનથી મુક્‍ત રહેવા અને મોબાઇલનો શૈક્ષણિક હેતુ માટેજ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવેલ. જયારે ડો. આર. એમ. સોલંકીએ ઉપસ્‍થિત સ્‍પર્ધકોને ખેલદિલીપૂર્વક રમીને તેમનું કૌશલ્‍ય બતાવવા માટે અનુરોધ કરેલ. કાર્યક્રમને અંતે ઉપસ્‍થિત સર્વેનું આભાર દર્શન કળષિ પોલિટેકનીકનાં આચાર્ય ડો. કે. બી. પરમાર દ્વારા કરવામાં આવેલ. જયારે સમગ્ર ઉદ્ધાટન સમારોહનું સુદર સંચાલન યુવા મદદનીશ પ્રાધ્‍યાપક ડો. પી. આર. દાવરા કરવામાં આવેલ.

 વિવિધ ખેલકુદ સ્‍પર્ધાના અંતે ઇન્‍ડોર સ્‍પોર્ટ્‍સ સ્‍ટેડીયમ ખાતે વિજેતાઓનો ઈનામ વિતરણનો સમારોહ યોજાયેલ. જેમા વિજેતાઓને જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. વી. પી ચોવટીયા, વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવળત્તિના નિયામક ડો. આર. એમ. સોલંકી, કળષિ ઈજનેરી કોલેજના પ્રિન્‍સીપાલ અને ડીન ડો. એન. કે. ગોટીયા, કળષિ યુનિવર્સીટીના કુલસચિવ ડો. પી. એમ. ચોહાણ, બાગાયત કોલેજના પ્રિન્‍સીપાલ અને ડીન ડો. ડી. કે. વરૂ, કળષિ પોલિટેકનીકના આચાર્ય ડો. કે. બી. પટેલ તથા કળષિ ઈજનેરી કોલેજના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા વિગેરે પદાધિકારીઓ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવેલ. ઉપસ્‍થિત મહેમાનોનું શબ્‍દરૂપી પુષ્‍પથી સ્‍વાગત ડો. કે. બી. પરમાર દ્વારા કરવામાં આવેલ જયારે આભાર દર્શન જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કળષિ ઈજનેરી વિદ્યાશાખાના ડો. એમ. એસ. દુલાવત, મિતેશ દવે, તેમજ ફીઝીકલ ઈન્‍સ્‍ટ્રકરો કાનાણી તથા દિનેશ ભૂત તેમજ વિદ્યાર્થી કલ્‍યાણ પ્રવળત્તિના પાર્થ માથુકીયા, હાર્દિક પટેલ તેમજ અન્‍ય સ્‍ટાફ મેમ્‍બરોએ જહેમત ઉઠાવેલ હતી.  તેમ  ડો. એસ. પી. ચોલેરા ચેરમેન જીમખાનાની યાદીમાં જણાવાયેલ છે.

(1:21 pm IST)