Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢમાં વિલીંગ્‍ડન ડેમના કિનારે ફરી આરામ ફરમાવતા બે સિંહ

ધગધગતા તાપમાં ઠંડક મેળવતા સિંહ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૩ : જૂનાગઢમાં વિલીંગ્‍ડન ડેમના કિનારે ફરી આરામ ફરમાવતા બે સિંહ કેમેરામાં કેદ થયા છે.

અત્‍યારે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ત્‍યારે જૂનાગઢના વિલીંગ્‍ડન ડેમ પર ગઇકાલે સાંજે જંગલમાંથી બે સિંહો આવી ચડયા હતા.

આ બંને સિંહોએ ડેમના કિનારા પર ધગધગતા તાપમાં ઠંડક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જે દૃશ્‍યો એક પ્રવાસીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યા હતા.

જેમાં બંને વનરાજા ડેમના કિનારે ટહેલતા જોવા મળ્‍યા હતા. અગાઉ પણ સિંહો વિલીંગ્‍ડન ડેમ ખાતે આવેલ અને ફરી રવિવારે બે વનરાજા આવતા ડેમ પર ફરવા આવેલા લોકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો. (તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:20 pm IST)