Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાણાવાવના બરડા ડુંગરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઉપર દરોડોઃ ૪પ લીટર દારૂ તથા આથો ઝડપાયો

પ્‍લાસ્‍ટીકના બેરલો - બોઇલર ત્રાંબાની નળી સહિત કુલ ર૩૩પનો મુદામાલ જપ્‍તઃ આરોપી નાસી ગયા

પોરબંદર તા.૧૩ :  રાણાવાવ બરડા ડુંગર આંટાવળી નેશમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી પોલીસ ટીમે ત્રાટકીન ૪પ૦ લીટર દારૂ તથા ૩ હજાર લીટર દારૂનો આથો પકડી પાડયો હતો. પોલીસનો દરોડા દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ર આરોપીઓ મળી આવ્‍યા નહોતાં.

પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની પોરબંદર જિલ્લામાં દારૂની બદી નેસ્‍તનાબુદ કરવા સુચનાઅન્‍વયે પોરબંદર શ્રી  એચ.કે. શ્રીમાળી તથા પેરોલ ફર્લો સ્‍કોડના પી.એસ.આઇ. એચ.એમ.જાડેજા  સ્‍ટાફ સાથે એલસીબી ઓફિસર હાજર હતા. દરમિયાન હેડ કોન્‍સ્‍ટેબલ હરેશભાઇ આહિરને મળેલ ચોકકસ હકિકત આધારે આરોપી (૧) સરમણ પોલાભાઇ ગુરગુટીયા તથા (ર) રમેશ પોલાભાઇ ગુરગુટીયા રહે. બંન્‍ને આદિત્‍યાણા આંટીવાળાનેશ ગે.કા. દેશી દારૂ ભરેલ દારૂ લીટર ૪૦પની કિ. ૮૧૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૩૦૦૦ કી. રૂા.૬૦૦૦ તથા ભઠ્ઠી ચલાવવાનો સરસામાન સાથે મળી કુલ મળી કુલ રૂા.ર૩,૩પ૦નો મુદામાલ મળી આવેલ અને આ બંન્‍ને આરોપીઓ હાજર નહી મળી આવતા આરોપીઓ વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્‍હો રજી કરાવેલ છે.

આંટીવાળાનેસમાં દારૂની ભઠ્ઠી ઉપર દરોડામાં ગે.કા. દેશી દારૂ ભરેલ ૬પ-૬પ લીટરના પ્‍લાસ્‍ટીકના કેરબા નંગ-૦પ તથા ૪૦-૪૦ લીટરની પ્‍લાસ્‍ટીકની કોથળીઓ ભરેલ બાચકા નંગ-૦ર મળી કુલ દારૂ લીટર ૪૦પ કિ. રૂા.૮૧૦૦ તથા કેરબા  નંગ-પ કિ. રૂા.૬પ૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૩૦૦૦ કિ. રૂા.૬૦૦૦ તથા આથાની વાસવાળા ર૦૦-ર૦૦ લીટરના પ્‍લાસ્‍ટીકના બેરલ નગ-૧પ કિ. રૂા.૬૦૦૦ તથા બાોઇલર બેરલ નંગ-૦ર કિ. રૂા. ૮૦૦ તથા ફીલ્‍ટર બેરલ નંગ-૦ર કિ. રૂા.૮૦૦ તથા ત્રાંબાની નળીઓ નંગ-૦ર કિ. રૂા.૧૦૦૦ મળી કુલ રૂા.ર૩,૩પ૦ મુદામાલ મળી આવ્‍યો હતો.

દારૂની ભઠ્ઠી ઉપર દરોડાનીકામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એચ.કે.શ્રીમાળી તથા પેરોલ ફર્લો સ્‍કોડના અચ.એમ.જાડેજા તથા તેમની ટીમ રોકાયેલ હતા.

 

 

(1:20 pm IST)