Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જૂનાગઢ સમસ્‍ત બ્રહ્મ સમાજના આગેવાનો પૂ. મુકતાનંદજી બાપુની મુલાકાતે

 જૂનાગઢ : સમસ્‍ત બ્રહ્મ યુવા ટ્રસ્‍ટ(સંગઠન ) ના સંસ્‍થાપક જયદેવ ભાઈ જોશીની આગેવાનીમાં ટ્રસ્‍ટના તમામ ટ્રસ્‍ટીઓ અને  વર્ષ ૨૦૩૨૩-૨૪ના નવ નિયુક્‍ત હોદેદારો સાથે મળીને નવા વર્ષમાં  સેવા કીય  કાર્યોની  શરૂઆત  કરતા પહેલા   બ્રહ્મ  સમાજના ગૌરવ એવા સંત પ.પૂ.શ્રી મુક્‍તાનંદજી બાપુ,  પ્રમુખ ભારતીય સાધુ સમાજના આશીર્વાદ લેવા માટે ચપરડા ધામ ગયા હતા. જ્‍યા પૂજ્‍ય બાપુએ જણાવેલ કે સમાજ માટે સંગઠન જે કાર્ય કરી રહ્યું છે તે સમાજ સેવાનું ઉત્તમ અને શ્રેષ્ઠ કાર્ય છે. અને તમામને આશીર્વાદ આપેલ અને સાથઆવનારી પરશુરામ જન્‍મોત્‍સવમાં સંગઠન દ્વારા જે શોભાયાત્રાનું આયોજન થાય છે ત્‍યાં પ.પૂ.બાપુ સ્‍વયં હાજર રહી અને શોભાયાત્રાનું અધ્‍યક્ષ સ્‍થાન શોભાવશે એવું વચન આપ્‍યું છે.તેમ  પી.સી.ભટ્ટ  મહામંત્રીની યાદીમાં જણાવાયેલ છે.(અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)

(1:20 pm IST)