Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામનગર પાલિકા દ્વારાદુકાનો-ફેકટરીઓમાં ચેકીંગ

જામનગર, તા. ૧૩:  મહાનગરપાલિકા ના કમિશનર વિજયકુમાર ખરાડી ની સુચના હેઠળ અલગ-અલગ વિસ્‍તાર આવેલ માં તથા ડેરી ,રીટેલટ્રેડ/ફાસ્‍ટફૂડના  વિક્રેતા  ઓને મહાનગરપાલિકાના એફ.એસ.ઓ. એ ઇન્‍સપેક્‍સન દરમિયાન સાફ સફાઈ અને સ્‍વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્‍ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્‍ટેન કરવી, અંગે તાકીદ કરવામાં આવ્‍યા. જેમાં

ન્‍યુ ઇન્‍ડિયા સ્‍વીટ માટ (જુના રેલ્‍વે સ્‍ટેશન) , વિનોદભાઈ ખજુરવારા, ઝૂલેલાલ સ્‍વીટ, આશનદાસ સ્‍વીટ માટ, અંબિકા ડેરી ફાર્મ  (૨૧ દિઁપ્‍લોટ), શિવમ સ્‍વીટ નાનકપૂરી, શિવમ સ્‍વીટ નમકીન, પૂનમ પ્રોવીઝન, શિવગંગા ડેરી,  કેશર ફાસ્‍ટફૂડ અંબર સિનેમા રોડ, અંબિકા ડેરી (મેન્‍યુફેક્‍ચરિંગ યુનીટ), એમ.પી.શાહ ઉધોગનગરની મુલાકાત લીધેલ. તેમજ એમ.પી.શાહ ઉધોગનગર, બેડેશ્વર, ત્રણબતી  વિસ્‍તાર માં આવેલ આઈસ ફેક્‍ટરી માં રેન્‍ડમલી ઇન્‍સ્‍પેક્‍સન કરી, પાણી માં સુપર કલોરીનેશન કરવું, સ્‍વચ્‍છતા જાળવવી પાણી ના ટાંકાની નિયમિત  સફાઈ કરાવવી/કલર કરાવવા વગેરે જેવી જરૂરી સુચના અંગે ની નોટીશ પાઠવવા માં આવી જેમાં,  ભૂલચંદ્રક (આઈસ ફેક્‍ટરી) (એમ.પી.શાહ ઉધોગનગર), આઝાદ આઈસ ફેક્‍ટરી         (બેડેશ્વર), સાધના આઈસ ફેક્‍ટરી     (ત્રણ બતી)  તેમજ એમ.પી.શાહ ઉધોગનગર માં આવેલ ભુલચંદ ્રૂ કં(આઈસ ફેક્‍ટરી)માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્‍સ્‍પેક્‍શન દરમિયાન જે.ટી.સન્‍સ બ્રાન્‍ડ ની ફ્રુટ બીયરની કુલ ૩૨ પેટી (૧ પેર્ટીં૨૪ બોટલ )૩૦૦ મિલી નો ૭૬૮ બોટલ નો  જથ્‍થો એક્‍સપાયરી ડેટ વારો જણાતા એફ.બી.ઓ. એ એફ.એસ.ઓ.ની હાજરી માં સ્‍વેચ્‍છાએ સ્‍થળ પર નાશ કરેલ છે.

સ્‍લોટર હાઉસ ની અરજી અનુસંધાને જામનગર મહાનગરપાલિકા ની એફ.એસ.ઓ ની ટીમ દ્વારા એફએસએસઆઇની  લાયસન્‍સ અંગે ની અરજી અન્‍વયે એફ.એસ.ઓ દ્વારા રૂબરૂ ઇન્‍સ્‍પેક્‍સન કરી ઈન્‍સ્‍પેક્‍શન રિપોર્ટ સાથે ની કમિશ્નર ના અધ્‍યક્ષ સ્‍થાને મીટીંગ બોલાવી કમિટિ ના તમામ સભ્‍યો સાથે સ્‍લોટર હાઉસનું રૂબરૂ ઈન્‍સ્‍પેક્‍શન કરી સદર રીપોર્ટ ને અનુમોદન આપી સ્‍ટેટ સ્‍લોટર હાઉસ કમિટિ તરફ આગળ મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ.

(1:55 pm IST)