Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામવંથલી ગામે મકાનમાં હાથફેરો કરી લાખોના દાગીના ઉઠાવી જતો તસ્‍કર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: અહીં પંચ એ પોલીસ સ્‍ટેશનમાં જશુબેન છગનભાઈ મુળજીભાઈ પરમાર, ઉ.વ.૬૦, રે. જામવંથલી ગામ વાડી વિસ્‍તાર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જશુબેનના મકાનના દરવાજાના તાડાની ચાવી બારી પાસે રાખેલ હોય જે ચાવીથી કોઈ અજાણ્‍યા ચોર ઈસમે દરવાજાનું તાડુ તોડી મકાનમાં પ્રવેશ રી મકાનના રૂમમાં રાખેલ લાકડાની પેટી તોડી તેમા રાખેલ સોના ચાંદીના દાગીનાઓ કિંમત રૂ.ર,૮૦,૦૦૦/- ના મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પીકઅપ વાહને યુવાનને હડફેટે લેતા મોત

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં યુસુફભાઈ અબ્‍દુલભાઈ ભટ્ટી, ઉ.વ.ર૯, રે. મોટી રાફુદળ ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી યુસુફભાઈના દિકરા અલી ઉ.વ.૧પ વાળો ફળીયામાં રમતો હોય અને ત્‍યારે આરોપી સલીમ ઉર્ફે સુલેમાન આમદ ઘુઘા, રે. દેવળીયા ગામ, તા.ભાણવડ વાળો પોતાના હવાલાની બોલેરો પીકઅપ જેના બેફીકરાઈથી ચલાવી ફરીયાદી યુસુફભાઈના દિકરા અલીને હડફેટે લઈ લેતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થયેલ હતી જેથી સારવાર માટે ખંભાળીયા સરકારી હોસ્‍પિટલમાં લઈ જતા જયા સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

સાઈડમાં ગાડી ચલાવવાનું કહેતા માર માર્યો

જામનગર : પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં કૃપાલસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૩-ર૦ર૩ના ફરીયાદી કૃપાલસિંહ પોતાની સ્‍વીફટ ગાડી જેના રજી.નં. જી.જે.૧૦-ડી.એન-૦ર૯૧ ની લઈ સપડા મંદિર નીચે કાવ્‍યા રેસ્‍ટોરન્‍ટએ નાસ્‍તો કરવા જતા ત્‍યારે આરોપી છત્રપાલસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ કરણસિંહ રાઠોડ કાળા કલરની ગાડી લઈ સામે આવતા સાઈડમાં ગાડી ચલાવવા કહેતા બોલાચાલી થતા ફરીયાદી કૃપાલસિંહ રેસ્‍ટોરન્‍ટએ આવતા આરોપીઓ રેસ્‍ટોરન્‍ટ આગળ આવી ફરીયાદી કૃપાલસિંહને કહેલ કે તું કોણ છો ગાડી સાઈડમાં ચલાવવા કહેવા વાળો તેમ કહી એકદમ ઉશ્‍કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો કાઢી આરોપી છત્રપાલસિંહએ ફરીયાદી કૃપાલસિંહને જમણી પીઠના ભાગે તથા જમણી બાજુના કુલાના ભાગે છરીનો એક એક ઘા માીર તેમજ આરોપી જયદીપસિંહએ માથાની જમણી બાજુ મુંઠ નો એક ઘા મારી ઈજાઓ પહોંચાડી તથા આરોપી યુવરાજસિંહએ જમણા હાથની હથેળીમાં ધોકાનો એક ઘા મારી મુંઢ ઈજા પહોંચાડી ફરીયાદી કૃપાલસિંહની સ્‍વીફટ ગાડી જેમા ધોકો મારી નુકશાન કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પડાણા પાટીયા પાસે જુગાર રમતા છ ઝડપાયા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં સુખદેવસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, પડાણા પાટીયા, શિવપરા વિસ્‍તાર બાપા સિતારામ મઢુલીની બાજુમાં આવેલ ગૌશાળા પાસે આરોપીઓ ચનાભાઈ હીરાભાઈ મકવાણા, કારાભાઈ ખેરાભાઈ વઘોરા, આલાભાઈ કરશનભાઈ ચાવડા, મહેબુબભાઈ મામદભાઈ હેમરાણી, રાણાભાઈ બુધાભાઈ ચાવડા, દેવાણંદભાઈ વરજાંગભાઈ સંધીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧પ૩૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કોઠારીયા ગામે દારૂ સાથે ઝડપાયો

જોડીયા પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મેહુલભાઈ ભોપાભાઈ ઝરમરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કોઠારીયા ગામે આરોપી અજયભાઈ બાબુભાઈ સવસેટા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧૮, કિંમત રૂ.૯,૦૦૦/- ની વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, હિંગળાજ ચોક, કેરોસીનના ટાંકા પાસે આરોપી વિપુલભાઈ ઉર્ફે બાવ ભગવાનજીભાઈ ટાંક એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/- ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકાવ્‍યું

અહીં ગુલાબનગર, દયાનંદ સોસાયટી શેરી નં.ર માં રહેતા પ્રકાશભાઈ જગુભાઈ પઢારીયા, ઉ.વ.પ૩ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે,  નિખિલભાઈ પ્રકાશભાઈ પઢારીયા, ઉ.વ.ર૭ વાળા પોતાની જાતે પોતાના ઘરે કોઈ અગમ્‍ય કારણોસર છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા ૧૦૮ના સ્‍ટાફે જોઈ તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.

છરી વડે હુમલો કર્યાની રાવ

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં વિપુલભાઈ રમણીકભાઈ ચૌહાણ, ઉ.વ.૩૦, રે. શંકરટેકરી, પાણીના ટાંકાની બાજુમાં, ભાગેશ્‍વર મહાદેવના મંદિરની બાજુવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્‍વીજય પ્‍લોટ-૪૯ રોડ, આંગણવાડી કેન્‍દ્ર પાસે ફરીયાદી વિપુલભાઈ સાથે આરોપી રાજુ ઉર્ફે મુનો પ્રભુભાઈ ઉર્ફે હકકાભાઈ પરમારના ભાઈ હિમાશુ ઉર્ફે નુર એ બોલાચાલી કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી રાજ ઉર્ફે મુનો એ છરીનો એક ઘા ફરીયાદી વિપુલભાઈને જમણા હાથના કાંડા પાસે મારી લોહી કાઢી ઈજા કરી તથા બીજો ઘા છાતીમાં જમણી બાજુ મારી ઉજરડો કરી તથા ત્રીજો છરીનો ઘા મારતા ફરીયાદી વિપુલભાઈએ બચાવ માટે છરી ડાબા હાથે પકડતા હથેળીમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી રાજુ ઉર્ફે મુના સાથે બે અજાણ્‍યા ઈસમોએ લોખંડના પાઈપનો એક એક ઘા ફરીયાદી વિપુલભાઈને વાંસાના ભાગે મારી મુંઢ ઈજા કરી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બહેનના પ્રેમીને ભાઈએ લમધાર્યો

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ મોમાભાઈ નાથાભાઈ ઝાપડા, ઉ.વ.ર૧, રે. મસીતીયા રોડ, દરેડ ગામવાળા એ ફરીાયદ નોંધાવી છેકે, આરોપીઓ સાગરભાઈ ભોજાભાઈ ગમારાની બહેન સાથે ફરીયાદી મહેશભાઈને જુનો પ્રેમ સબંધ હોય જે બાબતે ખાર રાખી આરોપીઓ સાગરભાઈ ભોજાભાઈ ગમારા, ભરતભાઈ ભરવાડ ધોકા તથા પાઈપ વડે ફરીયાદી મહેશભાઈને શરીરે આડેધડ મારી બંન્‍ને હાથમાં ફેકચરની ઈજા તથા શરીરે મુઢ ઈજા ઓ કરી ભુંડી ગાળો આપી અને હવેથી પ્રેમ સબંધ રાખતો નહી નહીંતર મર્ડર કરી નાખશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

અજાણ્‍યા વાહન ચાલકે યુવાનને હડફેટે લેતા મોત

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જીતેન્‍દ્રરામ રામવૃક્ષ રામ, ઉ.વ.૩૪, રે. પાયલ હોટલ પાસે, મોટી ખાવડી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર-દ્વારકા હાઈવે રોડ પર પાયલ હોટલ પાસે ફરીયાદી જીતેન્‍દ્રરામ ને કોઈલ અજાણ્‍યા વાહન ચાલકે પોતાનું વાહન ભટકાડી ફરીયાદી  જીતેન્‍દ્રરામ શરીરે ઈજા કરી સારવાર માં લાવતા ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરેલ છે. તથા  આરોપી અજાણ્‍યા વાહન ચાલક નાશી જઈ ગુનો કરેલ છે.

સિકકા પાટીયા પાસે દારૂ સાથે ઝડપાયો

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયદેવસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નાગાર્જુન પેટ્રોલ પંપ પાસે, સિકકા પાટીયા પાસે આરોપી હિતેશ મનજીભાઈ પરેશા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.પ૦૦/ ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:18 pm IST)