Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબીમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો આશીફ ઉર્ફ ભાણો પકડાયો : બાબુની શોધખોળ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૩: મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કાલિકા પ્‍લોટમા દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને દબોચી લીધો હતો અને અન્‍ય એકનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી. એ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળતા પોલીસે કાલીકાપ્‍લોટ શેરીનં.૪માં દરોડા પાડ્‍યા હતા. જયાં આરોપી આશીફ ઉર્ફે ભાણો તૈયબભાઇ અઘામ ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્‍લીકેશનમા ઇગ્‍લેન્‍ડ- બાંગ્‍લાદેશ વચ્‍ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર તેના સાગરીત આરોપી બાબુભાઇ ટી.કે સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમતો ઝડપાયો હતો.જેથી પોલીસે આરોપી આશીફની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૨૦૦ તથા રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતનો આઇ ફોન મોબાઇલ મળી કુલ રૂપિયા ૫૧,૨૦૦નો મુદામાલ જપ્ત કરી આરોપી બાબુની શોધખોળ હાથ ધરી છે.

(1:55 pm IST)