Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબીમાં ગોસ્‍વામી સમાજના ચતુર્થ રજવાડી રાત્રી સમૂહલગ્ન યોજાયા

મોરબી, તા.૧૩: મોરબી દશનામ ગોસ્‍વામી યુવક મંડળ દ્વારા ગોસ્‍વામી સમાજના ચતુર્થ રજવાડી રાત્રી સમૂહ લગ્ન યોજવામાં આવ્‍યા હતા જે સમૂહ લગ્નમાં જોડાનાર તમામ દીકરીને સોના ચાંદીના દાગીનાથી લઈને તમામ ઘરવપરાશની ૮૫ ચીજવસ્‍તુઓ ભેટસ્‍વરૂપે આપવામાં આવી હતી.

સમૂહ લગ્નમાં ઉપસ્‍થિત મહાનુભાવોએ યુવક મંડળ ટીમનું સન્‍માન કર્યું હતું રાજકોટના નિવળત પીએસઆઇ સોમગીરી પ્રભાતગીરી અને તેની ટીમે આ યુવક મંડળના ભવ્‍ય આયોજન બદલ ટીમને જ્ઞાતિરત્‍નોનું સન્‍માનપત્ર અર્પણ કરી સન્‍માનિત કર્યા હતા. જે પ્રસંગે ડો. મનીષભાઈ ગોસ્‍વામીએ સમાજના હિતને ધ્‍યાને લઈને ગુજરાત લેવલનું મજબુત એકતાનું સંગઠન બનાવવા હાકલ કરી હતી.

મોરબી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્‍યું હતું કે ગોસ્‍વામી સમાજે સંતો મહંતોનો પરોપકારી અને કલ્‍યાણકારી સમાજ છે. આ સમૂહલગ્નમાં જોડાવવું એ મોટું સદભાગ્‍ય છે. શિક્ષણ પર ભાર મુક્‍તા જણાવ્‍યું હતું કે તમારા બાળકોને વધુને વધુ ભણાવો, યુવાનોને વ્‍યસન છોડવા તેમજ બહેનોને ફેશન છોડવાની ટકોર કરી પરિવારમાં સંસ્‍કારો અને મર્યાદાનું જતન કરવા જણાવ્‍યું હતું.

આ સમૂહલગ્નમાં રાજકોટના ગોસ્‍વામી સમાજના આગેવાન ડો મનીષ ગોસ્‍વામી, સોમગીરી પ્રભાતગીરી, મુકેશગીરી દલપતગીરી, (ડેરીવડાળા) સંજયભાઇ ગોસ્‍વામી, ચેતનગીરી વાંકાનેરવાળા, રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ સચીદાનંદજીગીરી, મોરબી દશનામ ગોસ્‍વામી સમાજ પ્રમુખ ગુલાબગીરી,  મોરબી ડીવાયએસપી પી એસ ગોસ્‍વામી, હસુબાપુ ભગવા ગ્રુપ રાજકોટ, ચોટીલાના મહંત દળવા રાંદલ મહંતો તેમજ મોરબી પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ઉપસ્‍થિત રહ્યા હતા.સમૂહલગ્નને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્‍વામી મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી દેવગીરી, મંત્રી અમિતગીરી તથા નિતેષગીરી ખજાનચી એડવોકેટ હાર્દિકગીરી તથા દેવેન્‍દ્રગીરી સહિત યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.

(1:14 pm IST)