Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબી એસ.ઓ.જી.એ. હળવદ પાસે લોખંડ ચોરીનું કૌભાંડ ઝડપી લીધુ : બે ની ધરપકડ

ટ્રક ડ્રાઇવરો લોખંડના સળીયા કાઢી બારોબાર વેચી મારતો'તો : ૬ સામે ફરીયાદ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, મોરબી એસ.ઓ.જી.એ. હળવદ પાસે લોખંડ ચોરીનું કૌભાંડ પકડી પાડી બે ટ્રક ડ્રાઇવરને ઝડપી લીધ હતા. જયારે અન્‍ય ૪ ની શોધખોળ હાથ ધરી છે.

કચ્‍છના કુંભારડી ગામે રહેતા કુલદીપસિંહ પ્રવિણસિંહ જાડેજાએ આરોપી ડ્રાઇવર મહેશભાઇ ઉર્ફે મહેન્‍દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા, દિલીપસીંઘ અમરસીંઘ પંવાર, નરેન્‍દ્રસીંગ પુરનસીંગ, મહાવિરસિંઘ શંકરસિંઘ, સુરેન્‍દ્રસીંગ અશોકસીંગ અને આરોપી મહેશના સાગરીત કરણભાઇ ઉર્ફ કાળુભાઇ ધીરૂભાઇ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગાંધીધામમાં પાર્થ રોડલાઇન્‍સ નામના ટ્રાન્‍સપોર્ટમાં છેલ્લા આઠ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે.  આ ટ્રાન્‍સપોર્ટમાં  લોખંડના સળીયા ભરીને ઓલ ગુજરાતમાં મોકલે છે.

ગત તારીખ ૧૨ના રોજ મોરબી એસ.ઓ.જી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન હળવદ ગામે આવેલ કોઇબા ઢવાણા જવાના રસ્‍તે સ્‍વામીનારાયણ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાર્કમાં નકલંક મંદિર પાછળ નેજા બાયો પેલેટ કારખાનાની પાછળના ભાગે આવેલ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયાના રોડ ઉપર આરોપી મહેશ ઉર્ફે મહેન્‍દ્રસિંહ જગદીશભાઇ લીંબોલા અને દિલીપસીંઘ અમરસીંઘ પંવાર ટ્રક ટ્રેઇલર GJ12BY0357 માંથી વહેલી સવારે લોખંડના ૧૦ પ્‍પ્‍પ્‍પ્‍ના સળીયાની બે ભારીઓ ઉતારતા ઝડપાયા હતા. જેથી બંનેની પૂછપરછ કરતા પાર્થ રોડલાઇન્‍સની જુદી જુદી ટ્રકોના ચાલકો પાસેથી છેલ્લા ત્રણ ચાર દિવસમા આ લોખંડ ના સળીયાની ભારીઓ લીધાનું જણાવ્‍યું હતું. જેમા આરોપી નરેન્‍દ્રસીંગ પુરનસીંગ,   મહાવિરસિંઘ શંકરસિંઘ તથા સુરેન્‍દ્રસીંગ અશોકસીંગ પાસેથી મળી કુલ ૧૮ ભારી  લોખંડના સળીયા લઇ આવેલા તેઓને એક ભારી લોખંડના રૂપીયા ૨૫૦૦/- લેખે આપી ગયેલ હોવાનુ જણાવ્‍યું હતું.

ઉકત ટ્રક ડ્રાઇવરો HAQ STEELS AND METALIKS LIMITEDમાંથી લોખંડના સળીયાઓ ટ્રેઇલરમાં ભરી ગુજરાતમા જુદા જુદા વેપારીઓને સુરક્ષિત પહોંચાડવાને સ્‍થાને ટ્રેઇલર લઇ જઇ તે મોટા લોખંડના સળીયાના મોટા જથ્‍થા માંથી કોઈને ધ્‍યાને ન આવે તે રીતે થોડી થોડી માત્રા લોખંડના સળીયા ૧૦ MMના ૧૪૦ કિલા ેગ્રામ તથા ૧૬ MMના ૧૨૬૦ કિંલોગ્રામ કુલ કિંમત રૂપીયા ૭૭૦૦૦નો મુદામાલ કાઢી લઇને છેતરપિંડી આચરી તેની ચોરી કરી હતી.  જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એસઓજી ટીમ ચલાવી રહી છે.

(1:12 pm IST)