Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

લગ્ન બાદ દસ મહિનાથી ઘરમાં પૂરાયેલ યુવતીને આઝાદ કરાવતી દેવભૂમિ ૧૮૧ ટીમ

ખંભાળીયા, તા. ૧૩ : ગત તા.૯/૩/૨૦૨૩ યુવતીના માતાએ ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે મારી દીકરી એ ભાગીને લવ મેરેજ કરેલ છે અને દીકરીને મળવા જઈએ તો મળવા  કે વાત કરવા દેતા નથી તેથી  ૧૮૧ ની ટીમ મદદ માટે પહોંચી હતી.

૧૮૧ ની ટીમ સ્‍થળ પર ગયેલ રૂબરૂ યુવતી નું કાઉન્‍સિલિંગ કરેલ સમસ્‍યા જાણતા જણાવ્‍યું કે દસ મહિના પહેલા ભાગીને લગ્ન કર્યા હતા ત્‍યારબાદ  પતિ   ઘરમાં પૂરીને રાખતા.  સાસુને નણંદ બધા જ  અવાર-નવાર મેણાં બોલીને માનસિક ત્રાસ આપતા હતા આખો દિવસ કામ પૂરું થયા પછી પણ વારંવાર ઘરના કામ કરાવ્‍યા રાખતા જો  ઘરેથી જવાનું ક તો  પતિ  ધમકી આપતા કે  તારા ભાઈઓને મારી નાખીશ છતાં એકવાર  હિંમત કરીને  પિયર જતી રહી પરંતુ સાત લોકો આવીને  જબરદસ્‍તી લઈ ગયા હતા અને ઘરે લાવીને ધમકીઓ આપી જેથી  ખૂબ ડરી ગઈ હતી અને આગળ કાંઈ પણ કરી શકું એમ ન હતી

બે દિવસ પહેલા મંદિરે માનતા છે એવું બહાનું કાઢી અને ખૂબ મનાવવા બાદ  પતિએ  મંદિરે જવા દીધી ત્‍યાં એક અજાણ્‍યા માણસ પાસેથી મેં કોઈને ખબર ના પડે તે રીતે ફોન કરીને  માતા સાથે વાત કરેલ કે  અહીંયા થી લઈ જાઓ અને  અહીંયા ખૂબ હેરાનગતિ છે પરંતુ  માતાએ જણાવ્‍યું કે  કઈ રીતના મદદ કરી શકું. મેં એ જણાવ્‍યું કે તમે ૧૮૧ મહિલા હેલ્‍પલાઇનમાં કોલ કરીને મદદ મંગાવજો એ આપણી મદદ કરશે મેં ઘણીવાર ન્‍યુઝ પેપરમાં જોયું છે તેમની કામગીરી વિશે ખૂબ સાંભળ્‍યું છે તો તમે એ લઈને આવજો

૧૮૧ મહિલા હેલ્‍પલાઇનમાં કોલ કર્યા બાદ ટૂંક સમયમાં જ ૧૮૧ ની ટીમ ના કાઉન્‍સિલર મનિષાબેન રમેશભાઈ વઢવાણા અને કોન્‍સ્‍ટેબલ ઇલાબા ખેર ઘટના સ્‍થળ પર પહોંચીને યુવતી નું કાઉન્‍સિલિંગ કર્યા બાદ તેમનો નિર્ણય તેમના માતા સાથે રહેવાનો હતો સાસરી પક્ષને સમજાવ્‍યા છતાં સમજવા તૈયાર થતા નહીં અને બહેનને જબરદસ્‍તી પકડી રાખેલ જેથી તે કાયદાનું ભાન કરાવ્‍યું અને સમજાવ્‍યા બાદ યુવતીને જવા દેવા તૈયાર થયેલ અને ૧૮૧ ની ટીમે યુવતીને  સુરક્ષિત રીતે તેમના માતાને મીઠાપુર પોલીસ સ્‍ટેશનમાં સોંપેલા અને યુવતીના માતાએ ૧૮૧ ટીમનો ખૂબ આભાર વ્‍યક્‍ત કરેલ.

(1:08 pm IST)