Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નાસતા ફરતા રહીશ ઉર્ફે ભાણો બ્‍લોચને ઝડપી લેતી કાલાવડ પોલીસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૩ : જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્‍ય વિભાગ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાની સુચનાથી લોધીકામાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા  રહીશ ઉર્ફે ભાણો નુરમામદ બ્‍લોચ, રહે. કાલાવડ કુંભનાથપરા, કુભેશ્વર મહાદેવના મંદિર પાસે તા. કાલાવડ જી. જામનગરને ઝડપી લીધો છે.

આ કામગીરી થાણા અધિકારી પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.એમ.કાતરીયા પો.સ.ઇન્‍સ. એચ.બી.વડાવિયા પોલીસ હેડ કોન્‍સ. જીતેનભાઇ એચ. પાડાર પોલીસ હેડ કોન્‍સ. સંદિપસિંહ એસ.જાડેજા પો. કોન્‍સ. સંજયભાઇ બી. બાલીયાએ કરી છે.

(1:08 pm IST)