Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મોરબી : નવયુગ ઇન્‍ટરનેશનલ પ્રી સ્‍કૂલ અને નવયુગ કિડ્‍સમાં પદવીદાન સમારોહ યોજાયો

મોરબીઃ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના નવયુગ ઇન્‍ટરનેશનલ પ્રિસ્‍કૂલ, નવયુગ પ્રિસ્‍કૂલ અને નવયુગ કિડ્‍સ (ઇંગ્‍લીશ મીડીયમ) વિભાગમાં ગ્રેજયુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ પ્રેપ સેક્‍શનમાં સિનિયર કેજીમાં અભ્‍યાસ કરતા બાળકો પોતાનું પ્રીસ્‍કુલ એજયુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાંપદવીદાન યોજાય છે તે જ થીમથી બાળકોને હેટ તેમજ પ્રી સ્‍કૂલ ગ્રેજયુએશન પદવી એનાયત કરી હતી તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્‍ત કર્યા હતા. કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવી જ રીતે જે વિદ્યાર્થીઓએ પ્રી એજયુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડ, હેટ તેમજ બેલ્‍ટ પહેરાવી સન્‍માનિત કર્યા હતા આ તકે વાલીઓએ ઉપસ્‍થિત રહીને બાળકોનો ઉત્‍સાહ વધાર્યો હતો નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

(12:18 pm IST)