Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કેશોદના ચર પાસે રીક્ષાએ સ્‍કુટરને હડફેટે લેતા બે વિદ્યાર્થીઓ ગંભીર

( કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ : કેશોદના ચર બાલાગામ રોડ પર મોટરસાયકલ નો અકસ્‍માત સર્જાતા ગંભીર રીતે ઈજાગ્રસ્‍તને તાત્‍કાલિક એમ્‍બ્‍યુલન્‍સ સેવા ૧૦૮ મારફતે કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા ત્‍યારે બે વિદ્યાર્થીઓ.વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હોય વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવ્‍યાં હતાં.

જાણવા મળતી વિગત મુજબ કેશોદના ચર ગામ નજીક આવેલાં બાલાગામ રોડ પર બનેલાં અકસ્‍માતમાં કેશોદના વિધાર્થીઓ દિવરાણા શાળાએથી બોર્ડની પરીક્ષા માટે રીસીપ્‍ટ લઈને પરત આવી રહ્યાં હતા ત્‍યારે કેશોદ તરફથી પુરપાટ ઝડપે આવતી છકડો રિક્ષા સાથે અકસ્‍માત સર્જાયો હતો જેમાં રીક્ષાચાલક અકસ્‍માત સર્જીને નાસી ગયો હતો તેમજ બે વિદ્યાર્થીઓ સામાન્‍ય ઈજા હોય જતાં રહેલાં ત્‍યારે યસ્‍વીબેન દિનેશભાઈ રૂપાવટીયા અને સર્જીલ જમનભાઈ વઘાસીયાને ગંભીર ઈજા થતાં કેશોદ સબ ડિસ્‍ટ્રીકટ સિવિલ હોસ્‍પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ છે.

(12:17 pm IST)