Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કચ્‍છમાં કબરાઉ ‘‘મોગલધામ'' મણીધર મોગલ માતાજી મંદિરે શ્રી શિવ પુરાણ નવાહન જ્ઞાનયજ્ઞ કથાનો પ્રારંભ

વક્‍તાપદે સિધ્‍ધાર્થ મહારાજ બિરાજશે : સંતવાણીના ભવ્‍ય કાર્યક્રમો : હજારો ભાવિકો

વાંકાનેર,તા.૧૩ : કચ્‍છમા સામખીયારીથી ચાલીસ કિલોમીટર દૂર ભચાઉ તાલુકાના કબરાઉમા આવેલ જગ વિખ્‍યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ ‘‘મોગલધામ'' શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી મંદિર ખાતે પૂજ્‍ય બાપુશ્રી મોગલકુળ ચારણઋષિના માર્ગદર્શન હેઠળ શ્રી વડવાળી મણીધર મોગલ માતાજીના આશીર્વાદથી આગામી તારીખ ૧૩/ ૩ / ૨૩ ને સોમવાર ફાગળવદ - ૬ થી તારીખ : ૨૧/૩/૨૩ મંગળવાર ફાગળવદ અમાસ સુધી મોગલધામ ખાતે ભવ્‍યતાથી ભવ્‍ય શ્રી શિવ મહાપુરાણ નવાહન જ્ઞાનયજ્ઞ પારાયણ કથાનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે જે કથામાં વ્‍યાસપીઠ ઉપર કળપાપાદ હરીપાત્ર રેણુ શ્રી સિધ્‍ધાર્થ મહારાજ ( અંબાધામ, દૂધઈ, કચ્‍છ ) વાળા પોતાની મધુર વાણી સાથે અનેરા સંગીતની શેલી સાથે કથાનું રસપાન કરાવશે જે કથા શ્રવણનો સમય સવારે ૯:૩૦ બપોરે ૧ કલાક સુધીનો છે કથા દરમ્‍યાન દરરોજ મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ કથા દરમ્‍યાન તારીખ : ૧૫ / ૩ / ૨૩ ને બુધવારના રોજ ૅ ભવ્‍ય સંતવાણી ૅ નો કાર્યક્રમ રાખેલ છે જેમાં ગુજરાત, સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કિર્તીદાનભાઈ ગઢવી ( ભજન સમ્રાટ ) શ્રી માયાભાઈ આહીર ( લોકસાહિત્‍યકાર ) શ્રી જીતુદાનભાઈ ગઢવી ( લોકસાહિત્‍યકાર) અનેરા સંગીતની શેલી સાથે ભજન, લોકસાહિત્‍યની રંગત જમાવશે તૅમજ તારીખ : ૧૮ / ૩ / ૨૩ ને શનિવારના રોજ બપોરે ૨ કલાકે ‘ર્‘રાસ મંડળી''નો કાર્યક્રમ રાખેલ છે જેમા પોરબંદરની મેર રાસ મંડળી રંગત જમાવશે આ ઉપરાંત તારીખ :૧૯/ ૩ / ૨૩ને રોજ રાત્રે ૧૦ કલાકે ભજન સંતવાણીનો ભવ્‍ય કાર્યક્રમ રાખેલ છે જેમાં ગુજરાત સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવી , શ્રી દેવરાજભાઈ ગઢવી ( નાનો ડેરો - ભજનિક ) શ્રી ધીરૂભાઇ સરવૈયા ( હાસ્‍ય કલાકાર ) સહિતના કલાકારો અનેરા સંગીતની શેલી સાથે ભજન, લોકસાહિત્‍યની, હાસ્‍યરસની રંગત જમાવશે સમગ્ર કથા તથા સંતવાણીનું સંચાલન શ્રી મોરારદાનભાઈ ગઢવી ( લોકસાહિત્‍યકાર ) કરશે પૂજ્‍ય બાપુશ્રી મોગલકુળ ( ચારણઋષિ )ના પાવન સાનિધ્‍યમાં મોગલધામની પાવન ભૂમિમાં ૅ શ્રી શિવ મહાપુરાણ નવાહન જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન થયેલ હોય ભાવિક, ભક્‍તજનો દ્વારા અત્‍યારથી પૂરજોષમાં ત્‍યારી ચાલુ છે ભાવિકોમાં અનેરો ઉત્‍સાહ ઉમંગ થનગનાટ જોવા મળી રહયો છે વિશેષમાં કથા દરમ્‍યાન ગુજરાત, સૌરાષ્‍ટ્ર જ નહીં પરંતુ દેશ, વિદેશમાં જેમના ભજનના કાર્યક્રમો થાય છે એવા શ્રી કિર્તીદાનભાઈ ગઢવી, માયાભાઈ આહીર, શ્રી ભીખુદાનભાઈ ગઢવી, શ્રી જીતુદાદભાઈ ગઢવી, શ્રી દેવરાજભાઈ ગઢવી, ધીરૂભાઈ સરવૈયાના કલાકારોના પ્રોગ્રામો કથા દરમ્‍યાન રાખેલ છે.

   વધુ વિગત માટે સંપર્ક મોં : કિશોરભા  ગઢવી મો : ૯૮૨૫૭ ૪૮૧૭૨ , રાજભા ગોહિલ મો  : ૯૮૭૯૨ ૬૮૧૪૨, યુવરાજસિંહ જાડેજા મો : ૯૦૨૭૯ ૪૨૨૩૧ ઉપર કથાની વિશેષ માહિતી માટે સંપર્ક કરવા જણાવાયું છે

(12:10 pm IST)