Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોડીનાર પોલીસ ઉપર હુમલો કરનાર કુખ્‍યાત બુટલેગર સાગરીતો સામે ગુન્‍હો

(અશોક પાઠક દ્વારા)કોડીનાર તા.૧૩: કોડીનાર તાલુકામાં દારૂનો એકચક્રી શાસન ચલાવી ધાક જમાવી રોફ જડતો કુખ્‍યાત બુટલેગરને ત્‍યાં કોડીનાર પોલીસ તપાસ કરવા અને રેડ કરવા જતા કુખ્‍યાત બુટલેગર અને તેના પરિવાર અને સાગરીતો દ્વારા પોલીસ પાર્ટી ઉપર જીવલેણ હુમલો કરતા પી.આઇ.સહિત ત્રણ પોલીસ જવાનને ઇજા પોહચતાં ચકચાર મચી છે. પોલીસે બુટલેગરો અને સાગરીતો સામે ગુન્‍હો નોંધ્‍યો છે.

કોડીનારમાં આવેલ જીન પ્‍લોટᅠ સરગમ ચોક સ્‍થિત વિસ્‍તારમાં વર્ષોથી દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ અને સમગ્ર વિસ્‍તારમાં દારૂની રેલમછેલ કરતા મુળજી અને રમેશ મોટા પાયે દેશી દારૂ નો ધંધો કરતા હોય આ કુખ્‍યાત શખ્‍સ દ્વારા હેડ કોન્‍સ્‍ટેબલની ફરજમાં રૂકાવટ કરેલ તે ફરિયાદની તપાસ અર્થે તેમજ લોકોમાંથી મળતી ફરિયાદોના આધારે કોડીનાર પોલીસે રેડ કરવા જતા કુખ્‍યાત બુટલેગર તથા તેમના પરિવાર એ કોડીનાર પોલીસ ઉપર જીવલેણ હુમલો કરતા આ હુમલા માં પી.આઇ.આર.એ.ભોજાણી સહિત બે પોલીસ કોન્‍સ્‍ટેબલને ઇજા પહોંચાડી હતી જેમાં પોલીસ ડ્રાઈવર શૈલષભાઈ વાળાને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જયારે અન્‍ય કોન્‍સ.હિતેશ ભાઈ અને પી.આઇ.આર.એ.ભોજાણીને હાથના ભાગે ઇજા થતાં તમામને કોડીનાર રા.ના.વાળા હોસ્‍પિટલ ખાતે સારવાર માં ખસેડ્‍યા હતા.તેમજ પોલીસ પી.સી.આર. વેન ઉપર હુમલો કરી ગાડીના કાચ તોડી નુકશાન કરવામાં આવ્‍યું હતું. કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્‍યાપક ફરિયાદોને અનુલક્ષીને કોડીનારના નવ નિયુક્‍ત પી.આઇ.આર.એ.ભોજાણી દ્વારા છેલ્લા ૧૫ દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી હોય તે અનુલક્ષી કુખ્‍યાત બુટલેગર અને વર્ષોથી દેશી દારૂનો અડ્ડો જમાવીને બેઠેલા શખ્‍સની ત્‍યાં રેડ પાડવા જતા કુખ્‍યાત બુટલેગરે તેમના પરિવાર સાથે મળી કોડીનાર પોલીસ પાર્ટી ઉપર આયોજન બ્‍ધ્‍ધ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે.

(12:09 pm IST)