Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઉના એસટી ડેપોમાં પヘમિ દિશાનો બંધ ગેટ મુસાફરોની સગવડતા માટે ફરી ખૂલ્લો કરાયો

(નવીન જોષી દ્વારા)ઉના,તા.૧૩ : એસ.ટી. ડેપોમાં મુસાફરોની સગવડતા માટેનો પヘમિ દિશાનો વર્ષો જૂનો બંધ ગેટ ફરી ખૂલ્લો કરવામાં આવ્‍યો છે.

ઉનાના જુના એસ ટી. ડેપો માં અગાઉ મુસાફરોની અવરજવરની સરળતા માટે પヘમિ દિશામાં નાનો ૪ ફુટનો ગેઈટ હતો જ્‍યાંથી મુસાફરો સીધાજ બજારમાં ખરીદી માટે જય શકતા હતા પરંતુ એસ ટી.ડેપોની બિલ્‍ડીંગ નવી બની જતા આ નાનો ગેઈટ બંધ કરી દેવામાં આવેલ હતો. જેનાથી પેસેન્‍જર જનતાને અવર-જવરમા તથા નાના મોટા ધંધાર્થી ભાઈ બહેનોને ધંધા માં પણ આર્થિક રીતે ધણી મુશ્‍કૅલી અનુભવાતી હતી

આ બાબતે ઉનાના  ધારાસભ્‍ય   કાળુભાઈ રાઠોડ દ્વારા ગાંધીનગર સુધી સફળતા રજુઆત કરતા ઍસ.ટી.તંત્રે   શુક્રવારે આ પヘમિ દિશામાં આવેલા  વષૉ જુના ગેટને  ફરી ખુલ્લો મુકાયો  હતો જેના કારણે મુસાફરો તથા એસ.ટી. ડેપો ની આજુબાજુના નાના મૉટા ધંધાર્થી ભાઈ બહેનોમાં હર્ષની લાગણી ફેલાઇ  છૅ અને સૌએ ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડનો લોકોએ હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.

(12:09 pm IST)