Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

મંત્રી મુળુભાઇ બેરા હસ્‍તે ખંભાળીયા પાલિકાના વિવિધ પ્રકલ્‍પોનું ખાતમુહુર્ત

 (માહીતી બ્‍યુરો)  દેવભૂમિ દ્વારકા,તા.૧૩ :    ખંભાળિયા નગરપાલિકા દ્વારા રાજય સરકારની સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી.૮૮, વ્‍યવસાય વેરા ગ્રાન્‍ટ તથા મનોરંજન કર ગ્રાન્‍ટ કેન્‍દ્ર પુરસ્‍કળત ૧૪ તથા ૧૫માં નાણાપંચ યોજના હેઠળ રૂા.પ.૭૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસના કામોનું પ્રવાસન, સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્‍ટ ચેન્‍જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.

 ખંભાળિયાના લોકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી (૧) તેજાની નાલી થી મહાપ્રભુજી બૅઠક સુધી સી.સી.રોડ (ર) ચાર રસ્‍તાથી જડેશ્વર રોડ ઓકટ્રોય કેબીન સુધી સી.સી.રોડ (૩) જોધપુર ગેઈટ થી ભગવતી હોલ સુધી સી.સી. રોડ (૪) જુદી જુદી પ જગ્‍યાએ સી.સી. રોડ (પ) એલ.આઈ.સી. ઓફીસ પાછળ, રામનાથ પુલ થી રામનાથ મંદિર સુધી સી.સી. રોડ,(૬) શાંતિનિકેતન સોસાઈટીમાં સી.સી.રોડ (૭) સફાઈ કામદારોને આપવામાં આવેલ પ્‍લોટમાં સી.સી.રોડ, ગટર બનાવવાનું કામ (૮) ઘી ડેમ હૅડ વર્કસ પર સ્‍ટોર રૂમ બનાવવાનું કામ (૯) ઘી નદી પર ચેક ડેમ રીપેરીંગ તથા ગેટ રીપેરીંગ કરવાનું કામ (૧૦) ટાઉન હોલમાં એકોસ્‍ટિક ફાયર સીસ્‍ટમ, ઈલેકટ્રીકલ સીસ્‍ટમ તથા ફર્નિચર ફીટીંગ કરવાનું કામ (૧૧) પોરબંદર રોડ પર ટાઉન હોલ પાછળ પુલ પહોળો કરવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આ કામોથી ખંભાળિયાના નગરજનોની સુખાકારીમાં વધારો થશે.

 આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, નગરપાલિકા  પ્રમુખ  ભાવનાબેન પરમાર તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:08 pm IST)