Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બુલડોઝરને હજુ બ્રેક નહિ લાગે, આંતરિક સુરક્ષા માટે હજુ બુલડોઝર ત્રાટકશેઃ અશોક કુમાર યાદવ

સમગ્ર ઉતર સૌરાષ્‍ટ્રમાં સાગર સુરક્ષા એટલે દેશની આંતરિક સુરક્ષા મંત્ર સાથે પોલિસને મેદાને ઉતારવા સાથે લોકોને પણ સ્‍પેશ્‍યલ તાલીમ આપવામાં આવી રહી છે, વર્તમાન દબાણો દૂર કરવાની કાર્યવાહી ઉકત રણનીતિ અંતર્ગત છે, રાજકોટ રેન્‍જ આઇજી અકિલા સમક્ષ રહસ્‍ય પરથી પડદો હટાવે છે : રવિવારની રજાના દિવસે અચાનક ઊતર સૌરાષ્‍ટ્રના વડા, રાજકોટ રેન્‍જ વડા હર્ષદ માતા મંદિર નજીકના ગેરકાયદે દબાણો દૂર કરવાના કાર્યનું નિરીક્ષણ કરવા પહોંચી ગયા : દ્વારકા એસપી નિતેશ પાંડે, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાથે તમામ ડીવાયએસપી સ્‍ટેટ આઇબી, સેન્‍ટ્રલ આઇબી દ્વારા મળતી ઇન પૂટ સાથે સતત સક્રિય બન્‍યા છે

રાજકોટ, તા.૧૩:  દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાના પ્રતીક એવા દેવભૂમિ દ્વારકાના કલ્‍યાણપૂર તથા પોરબંદરથી નજીક આવેલ હર્ષદ માતાજી મંદિર દરિયા નજીક માછીમારીના નામે ગેરકાયદે મોટાપાયે દબાણ ચાલી રહ્યાની ફરીયાદો ગાંધીનગર, દિલ્‍હી સુધી પોહચી અને સ્‍ટેટ આઇબી તથા સેન્‍ટ્રલ આઇબી રિપોર્ટ પણ ચોંકાવનારા જ નહિ રાષ્‍ટ્રીય સુરક્ષા  માટે ખતરારૂપ હોવાના રીપોર્ટ બાદ આ માટે પગલાં લેવાની મહત્‍વની જવાબદારી જેમને સુપ્રત થયેલ છે તેવા રાજકોટ રેન્‍જ અર્થાત્‌ ઊતર સૌરાષ્‍ટ્રના અશોક કુમાર યાદવને જે મહત્‍વની જવાબદારી સુપરત કરવામાં આવી છે, તેવા અશોકકુમાર યાદવ રવિવાર રજાના દિવસે અચાનક હર્ષદ માતા મંદિરે પહોંચી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ એસપી નિતેશ પાંડે તથા ડીવાયએસપી સમીર સારડા સાથે રાખી કર્યું અને ૧૨૦૦ પોલીસ કાફલા સાથે ચાલતા કાર્ય અંગે મહત્‍વના સૂચનો કર્યા હતા.   

    ઉકત બાબતે રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ સાથે ચર્ચા કરતા ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે, રાષ્‍ટ્રીય સુરક્ષા , ડ્રગ્‍સ, ગેરકાયદે હથિયાર અને બનાવટી નોટો જેવા બનાવો રોકવા માટે સમગ્ર સાગરકાંઠાની સુરક્ષા માટે એક મહત્‍વનો પ્રોજેકટ ચાલી રહ્યો છે, જે અંતર્ગત ખાનગી રિપોર્ટ આધારે આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. હાલમાં ૮૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે,હજુ આસપાસના વિસ્‍તારમાં રાષ્‍ટ્રીય આંતરિક સુરક્ષા હેઠળ દબાણ હઠવવા કાર્યવાહી થનાર હોવાના સંકેત પણ રાજકોટ રેન્‍જ વડા અશોકકુમાર યાદવ દ્વારા આપવામાં આવેલ.

તેઓએ વિશેષમાં જણાવેલ કે ઊતર સૌરાષ્‍ટ્રમા આંતરિક અને રાષ્‍ટ્રીય સુરક્ષા માટે લાલબત્તી સમાન જે ઘટનાઓ ઘટી છે, અને ચોકકસ પ્રકારની દેશ વિરોધી પ્રવળત્તિઓનું પ્રમાણ વધે તેવા પ્રયાસો દુશ્‍મન દેશ તરફથી ચાલી રહયાંના ઇનપુટ પગલે દ્વારકા એસપી નિતેશ પાંડે કે જેઓને જામનગર જીલ્લાનો અનુભવ છે તે સાથે જામનગર એસપી પ્રેમ સુખ ડેલુ , મોરબી એસપી રાહુલ ત્રિપાઠી સાથે આખો માસ્‍ટર પ્‍લાન ઘડી તેની ખૂબ ખામી અંગે ચર્ચાઓ કરી અને ખાસ રણનીતિ ઘડી છે. 

 આવી મહત્‍વની કામગીરી ફકત પોલીસ એકલી જોઈએ તેટલી રીતે ઝડપથી ન કરી શકે આ માટે અન્‍ય સરકારી તંત્ર અને લોકોને ખાસ વિશ્વાસમા રાખી , શંકાસ્‍પદ સંજોગોમાં શું કરવું જોઈએ,કેવી રીતે હિલચાલ ર્પ નજર રાખીવી, સત્‍વરે કયા જાણ કરવી તેની માહિતી આપી લોકોને પણ એક પ્રકારે પોલીસ દેશ હિતમાં જાસૂસ જેવી તાલીમ સાથે મહત્‍વના ફોન નંબર આપ્‍યા છે, સાગર સુરક્ષા એટલે દેશની આંતરિક સુરક્ષા એવો મંત્ર પોલીસ સ્‍ટાફને આપી મેદાને ઉતારી છે, ગેર કાયદે દબાણો પર ફરતા બુલડોઝર આંતરિક સુરક્ષા ભાગરૂપે જ ફરી રહ્યા છે.

(12:08 pm IST)