Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગોંડલ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા ગ્રાહકના ખર્ચે બેંકો દ્વારા નવા એગ્રીમેન્‍ટ માટે કરાતાં દબાણનો વિરોધ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૩: ગોંડલ ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા સરકાર અને આરબીઆઈ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે તાજેતરમાં બેંકો દ્વારા તેમના લોકરના ગ્રાહકોને SMSથી વારંવાર મેસેજ આપવામાં આવે છે કે તેઓ નવુ એગ્રીમેન્‍ટ રૂબરૂ આવીને કરી જાય.

બેંકોનું આ પગલુ બીલકુલ ગેરકાયદેસર છે અને મનસ્‍વી રીતે એકતરફી અને ગ્રાહકના હીત વીરૂધ્‍ધ છે. બેંકો તેમના ગ્રાહકો પાસેથી નીયમીત વાર્ષીક ભાડુ લીધા કરે છે અને ગ્રાહકોએ એગ્રીમેન્‍ટની કોઈપણ કલમનો ભંગ ન કર્યો હોવા છતા ગેરકાયદેસર-ગેરબંધારણીય રીતે જુનુ એગ્રીમેન્‍ટ અસ્‍તીત્‍વમાં હોવા છતા રૂા.૩૦૦/નું ગ્રાહકના ખર્ચે નવુ એગ્રીમેન્‍ટ કરવા જુદી જુદી ખોટી રીતે ગ્રાહકોને ધમકાવાનું કાર્ય કરે છે.

હાલમાં જ તા.૨૩/૧/૨૩ ના રોજ RBI એ નવો ફતવો બહાર પાડી તઘલઘી નીર્ણય કર્યો છે કે હવે પછી બેંકો એપ્રીલ.૨૩ માં નવો સુધારેલો એગ્રીમેન્‍ટ ગ્રાહક પાસે કરાવશે તથા કલોઝ નં.(૪) માં લખેલ છે કે આ નવા સ્‍ટેમ્‍પ પેપરનો ખર્ચ નવા ગ્રાહકોને બદલે બેંકોએ ખર્ચ ભોગવવાનો રહેશે.

RBIનો આ નીર્ણય અંગ્રેજોની ગુલામીવાળી - રંગભેદવાળી નીતીની યાદ અપાવે છે. આ નીર્ણય લોકર ગ્રાહકોને બે ભાગમાં વહેંચે છે. એક જુના એગ્રીમેન્‍ટવાળા તથા બીજા નવા એગ્રીમેન્‍ટવાળા, RBIનો આવો ભેદભાવવાળો અન્‍યાયી મનસ્‍વી હુકમ લોકશાહી દેશમાં ચાલી ન શકે.

એક તરફ આપણા વડાપ્રધાન અંગ્રેજોની ગુલામીવાળી પ્રથાઓ, કાયદાઓ નાબુદ કરવા સતત પ્રયત્‍નશીલ છે ત્‍યારે RBI આજની તારીખે પણ ગુલામીવાળી પ્રથા ચાલુ રાખવા પોતાની સતાનો દુપયોગ કરે છે.

ભારત સરકાર Reserve Bank Of India ને તેના આવા લોકશાહી વીરૂધ્‍ધના તઘલઘી નીર્ણય રદ કરી આઝાદ ભારતના નીદોર્ષ ગ્રાહકોને ગુલામી માનસીકતાવાળા RBIની ચુંગાલમાંથી છોડાવી તેમજ નવા લોકર એગ્રીમેન્‍ટનો ચાર્જ બેંકવાળા ઉઠાવે તેવો ઓર્ડર દરેક બેંકોને આપે તેવી અંતમાં માંગ કરી હતી

(12:08 pm IST)