Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જોડીયામાં પૂ.વિરાગમુની અને પૂ.મોરારીબાપુના આર્શિવાદથી ચાલતી અખંડ ચોપાઇના ૧૧ હજાર દિવસ પૂર્ણ

વાંકાનેર, તા.૧૩: જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે પ. પુ. શ્રી વિરાગમુનિજી સ્‍થાપિત શ્રી રામ કળષ્‍ણ સાધના ટ્રષ્ટ, શ્રી ગીતા વિધાલય, માનસ મંદિર ખાતે પ, પૂજ્‍ય શ્રી મોરારીબાપુના શુભ આશિષ અને ગીતા વિદ્યલયના સંસ્‍થાપક પુ. શ્રી વિરાગમુનિની શુભ પ્રેરણાથી આ સંસ્‍થામા એવમ વિશ્વ કલ્‍યાણ અર્થે હરી પ્રસનાતાર્થે અંખડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન તા. ૨૯/ ૧/ ૧૯૯૩ના રોજ પુ. વિરાગમુનિએ શરૂ કરાવેલ હતા જે આજૅ અવિરત ચોવીસ કલાક ત્રીસ વર્ષથી અંખડ શ્રી રામાયણની ચોપાઈના પાઠ ચાલુ છે જે અંખડ પાઠમા જોડિયા ગીતા વિદ્યાલય પરિવારના સાધક ભાવિક, ભક્‍તજનો લાભ લઈ રહયા છે તૅમજ ગીતા વિદ્યાલયના બાળકો પણ ચોપાઈનું ગાન કરી રહયા છે આ કલિયુગ પર્વમા રામાયણની ચોપાઈનું ગાન કરીને જોડિયાના નગરજનો તન, મન ને શાંતિ મેળવી ધન્‍યતા અનુભવી રહયા છે જે અંખડ પાઠને આજૅ (૧૧, ૦૦૦ અગિયાર હજાર દિવસ) પૂર્ણ થયેલ છે તૅમજ ( ૬૩૩૬ અંખડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ થયેલ છે.

(12:07 pm IST)