Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સતત ત્રીજે દિ' હર્ષદ ગાંઘવી વિસ્‍તારમાં ડિમોલીશન

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેની આગેવાનીમાં સરકારી જમીનો ખુલ્લી કરવા અવિરત કામગીરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા કલેકટર એમ. એ. પંડયા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, ડીવાયએસપીઓ સમીર સારકા, હાર્દિક પ્રજાપતિ તથા કલ્‍યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી તથા દ્વારકા જિલ્લા પોલીસના એલ. સી. બી. એસ. ઓ. જી. પોલીસ તથા સ્‍થાનીક પોલીસના એકાદ હજાર પોલીસ કાફલા તથા એસ. આર. પી.ના હથિયારધારી પોલીસ સાથે શરૂ થયેલ. હર્ષદ ગાંધવીમાં ડિમોલેશન ત્રીજા દિવસે પણ અવિરત રહ્યું હતું તથા બે દિવસમાં કુલ ર૩૯ દબાણો  દુર કરાયા હતા જેમાં ચાર કરોડની કિંમતની જમીન ખુલ્લી થઇ હતી.પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ આ અંગેની વિગતો આપતા જણાવેલ કે શનિવારના ઓપરેશનમાં ચાર ધાર્મિક સ્‍થળો, ૩૩ વાણીજપીક સ્‍થળો તથા ૬પ રહેણાંક મકાનો મળીને કુલ ૧૦ર સ્‍થળોએ દબાણો હટાવાયા હતા તથા ૩.૭૦ લાખ ચોરસ ફુટ જગ્‍યા ખાલી કરવામાં આવી હતી. જેની બજાર કિંમત ૧.૯૭ કરોડની થવા જાય છે તેટલી હતી. જયારે રવિવારે બીજા દિવસે ૧૬ કોમર્શીયલ અને ૧ર૯ રેસીડેન્‍સીયલ મળીને ૧૩૭ દબાણો દુર કરાયા હતા તથા પ.૦૯ લાખ ચોરસ ફુટ જમીન ખાલી થઇ હતી. જેની બજાર કિંમત ૧.૯૮ કરોડની થવા જાય છે.

દરિયાની નજીકના વિસ્‍તારોમાં સરકારી જમીનમાં મકાનો, દુકાનો, વંડાઓ, ગોડાઉન, વિ. બનાવીને કરાયેલા દબાણો દુર કરવામાં આવ્‍યા હતા. તથા કડક પોલીસ બંદોબસ્‍ત સાથે દબાણો દૂર કરાયા હતાં.

અગાઉ બેટ દ્વારકામાં કરોડોની જમીન ખુલ્લી  કરવામાં દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પંડયાના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન કરનાર ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હર્ષદ ગાંધવીના ડિમોલેશન અંગે ખાસ આયોજન કરાયું હતું તથા દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા તથા કલ્‍યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી સાથે ચર્ચાઓ કરીને આખાયે આયોજનની રૂપરેખા બનાવીને દબાણકારોને નોટીસો આપીને કાયદેસરની પ્રક્રિયા કરીને આ કાર્ય કરવામાં આવ્‍યું હતું.દ્વારકા જિલ્લા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા બેટ દ્વારકામાં અભૂતપૂર્વ ડીમોલીશેન પછી હર્ષદ ગાંધવીમાં શરૂ થયેલું ડીમોલેશન આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. તથા દુકાનો તથા રહેણાંક મકાનોના દબાણો હટાડવાની કામગીરી જેસીબી તથા અન્‍ય મશીનોથી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત સાથે શરૂ  કરવામાં આવી છે.

(12:07 pm IST)