Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

હર્ષદ-ગાંધવી દબાણ હટાવો ઓપરેશન પછી કલ્‍યાણપુરના નાવદરા બંદરનો વારો આવશે

થોડા સમય પછી સલાયા આવે તો નવાઇ નહી !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૩: દેવભુમી દ્વારકા જીલ્લામાં દરીયાઇ કાંઠના વિભાગોમાં આંતરીક તથા આંતરરાષ્‍ટ્રીય સુરક્ષાને ધ્‍યાનમા ંલઇ રાજય સરકારની ખાસ સુચના અને માર્ગદર્શન  હેઠળ દ્વારકા જીલ્લા કલેકટર  એમ.એ.પંડયા તથા જીલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે દ્વારા અગાઉ બેટ દ્‌ારકા તથા પછી હર્ષદ ગાંધવીમાં દબાણ હટાવો ઓપરેશનો થયા હતા તે પછી કલ્‍યાણપુર તાલુકાના નાવદરા બંદરનો વારો હોવાનું જાણવા મળેલ છે.

નાવદરા બંદર ખુબ જ પ્રાચીન બંદર છે ત્‍યાં પણ સરકારી જમીનો પર દબાણો કરીને વંડા બનાવવા, દુકાનો બનાવવી, મકાનો  બનાવવા જેવા દબાણો થયા હોય હર્ષદ ગાંધવી દબાણોની કામગીરી પુર્ણ થયે નાવદરામાં કામગીરી શરૂ થશે.

આગામી આયોજનમાં સલાયા દ્વારકા ઓખાનો સમાવેશ ??

જીલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા બેટ દ્વારકા અને હર્ષદમાં દરીયા કાંઠે દબાણો હટાવાયા છે. આવા જ દબાણો ખંભાળીયાના સલાયામાં તથા દ્વારકા રૂપેણ બંદર, ઓખા ડાલ્‍ડા બંદરમાં પણ હોય તંત્ર દ્વારા આ તમામ સ્‍થળોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે તથા આગામી આયોજનમાં આ તમામ સ્‍થળોને પણ દબાણ હટાવોના મોટા ઓપરેશન રાઉન્‍ડમાં સમાવેશ થાય તેવુ આયોજન થઇ રહયાનું પણ ચર્ચાઇ રહયું છે. બેટ દ્વારકા હર્ષદની જેમ સલાયા, ઓખા, દ્વારકામાં પણ કરોડોની સરકારી જમીનો પર દબાણો થયાનું સરકારી તંત્રના ધ્‍યાને આવેલું છે.

(12:01 pm IST)