Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગોંડલ તાલુકાનાં દેરડી (કુંભાજી) માં આજથી પૂ. ચૈતન્‍યદાસજી સ્‍વામીની સ્‍મૃતિમાં ભાવવંદના મહોત્‍સવનો પ્રારંભ

શ્રી હરીલીલામૃત કથા પારાયણનું સરધારના પુર્ણસ્‍વરૂપ સ્‍વામી રસપાન કરાવશે

(અશોક પટેલ દ્વારા) મોવિયા તા. ૧૩ :.. ગોંડલના દેરડી કુંભાજીના આંગણે ભાવવંદના મહોત્‍સવ યોજાશે.

અક્ષર નિવાસી પૂજય સદ્‌્‌ગુરૂવર્ય શ્રી ચૈતન્‍યદાસજી સ્‍વામીની પવિત્ર સ્‍મૃતિમાં શ્રીમદ્‌્‌ નિલકંઠ વર્ણી ચરિત્ર શ્રી હરીલીલામૃત કથા પારાયણ તા. ૧૩ થી ૧૭ સુધી બપોર પછી ૩ થી ૬ રાત્રે ૮ થી ૧૧ કલાક સરધાર ધામ નિવાસી પુર્ણસ્‍વરૂપ સ્‍વામી વ્‍યાસપીઠ ઉપર બીરાજમાન થઇને શ્રી નિલકંઠ વર્ણીજીવન ચરિત્ર હરિલીલા મૃત કથાનું રસપાન કરાવશે. દેરડી કુંભાજી ગામે જન્‍મ ધારણ કરી ૮પ વર્ષ સુધી લોએજ ગામને પોતાની કર્મ ભૂમિ બનાવી જેણે ૧૦૦ વર્ષે પોતાની જીવન લીલા સંકેલી લીધી. પોતાના અનુયાયીઓને પોતાનો જીવન મંત્ર આપીને અક્ષર નિવાસી થયા. જેની પ્રથમ વાર્ષિક પુણ્‍યતિથી ઉજવણીના ભાગરૂપે તેમના પૂર્વાશ્રમના ભાણેજ હાલ અમેરિકા સ્‍થાયી પ્રવિણભાઇ સાવલિયા તેમજ પૂર્વાશ્રમે તેમના નાનાબેન સમજુબાના આર્થિક સહયોગથી દેરડી કુંભાજી ગામે આ કથાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી બાલુભાઇ ગોપાલભાઇ દોંગાના ઘરેથી પોથીયાત્રા નીકળી લેઉવા પટેલ સમાજ કથા સ્‍થળે જશે. કથા સ્‍થળ લેઉવા પટેલ સમાજ દેરડી કુંભાજી છે.

(12:00 pm IST)