Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

લોધીકામાં દિલીપ ખીમસુરીયાએ ઝેર પી જિંદગી ટુંકાવી લીધી

બિમારીથી કંટાળીને પગલુ ભર્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: લોધીકામાં પાણીના ટાંકા પાસે રહેતાં દિલીપભાઇ સોમાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઇકાલે સાંજે ઘરે ઝેરી દવા પી લેતાં લોધીકા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પરિવારજનોના કહેવા મુજબ દિલીપભાઇ છુટક મજૂરી કરતો હતો અને ત્રણ ભાઇમાં વચેટ હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ટીબીની બિમારીથી કંટાળી આ પગલુ ભર્યુ હતું. હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)