Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામનગર આંગણવાડી કેન્‍દ્રમાં ૩૧ માર્ચ સુધી ઈ-શ્રમની નોંધણી થઈ શકશે

 જામનગર,તા.૧૩ :  પાલિકા દ્વારા અસંગઠિત શ્રમયોગી કામદારો માટે શહેરના વિવિધ વિસ્‍તારોમાં  ઈ-શ્રમ રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે,  જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નંબર ત્રણમાં આ વિસ્‍તારના કોર્પોરેટરો દ્વારા આયુષ્‍યમાન કાર્ડ અને ઈ-શ્રમ રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં ઇ- શ્રમ રજીસ્‍ટ્રેશન કેમ્‍પ યોજાઇ રહ્યા છે,  ઇ- શ્રમ રજીસ્‍ટ્રેશન ૧૬ થી ૬૦ વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર કોઈપણ વ્‍યક્‍તિ કરાવી શકે છે જે આવકવેરો ના ચૂકવતી હોય અને જેમનું પીએફ કપાતું ના હોય ,  ઈ - શ્રમ રજીસ્‍ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સાથે રાખવા આવશ્‍યક છે. ઈ-શ્રમ કાર્ડ  સરકાર શ્રી દ્વારા સમગ્ર ભારતમાં માન્‍ય રહેશે,  ઈ-શ્રમની નોંધણી થયેલ હોય તેવા શ્રમિકોને અકસ્‍માતમાં મળત્‍યુના કિસ્‍સામાં સરકારશ્રી દ્વારા રૂ. ૨ લાખની સહાય મળવા પાત્ર છે, તથા આંશિક અપંગતાના કિસ્‍સામાં ?૧ લાખ સુધી ની સહાય મળવા પાત્ર છે, તેમજ મહામારીના સમયમાં પણ કેન્‍દ્ર સરકાર તથા રાજ્‍ય સરકારની સહાય મેળવવામાં શ્રમિકોને સરળતા રહેશે.

 જામનગર મહાનગરપાલિકા અને શ્રમ આયોગ ની કચેરી દ્વારા સંયુક્‍ત ઉપક્રમે ઇ- શ્રમ રજીસ્‍ટ્રેશન ની નોંધણી કરવામાં આવી રહી છે, જેમાં સમગ્ર જિલ્લામાં તા -૯/૩/૨૩ ની સ્‍થિતિએ ૨,૧૨,૪૦૬, જામનગર જીલ્લા  મા ૮૮,૬૬૧ અને જામનગર  શહેર  મા કુલ ૧,૨૩,૭૪૫  શ્રમિકોનું જુદી જુદી જગ્‍યાઓ પર ઇ- શ્રમ રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે,  હાલ જામનગર મનપા દ્વારા દરેક વોર્ડ દરેક વિસ્‍તારમાં ઈ - શ્રમની નોંધણી કેમ્‍પ   કરવામાં   આવે છે .

 જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ  ઈજનેરશ્રીઓ તથા મ્‍યુનિ.સભ્‍યશ્રીઓ  ના સંકલનથી તેમજ યૂસીડી,આઇસીડીએસ ,સ્‍લમ  તથા આરોગ્‍ય  શાખા દ્વારા પણ શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં  તા. ૩૧/ ૩/ ૨૦૨૩ સુધી ઈ-શ્રમ રજીસ્‍ટ્રેશન કેમ્‍પ આયોજિત કરવામાં આવ્‍યા છે, જેમાં તા. ૧૩  થી તા. ૧૬  સુધી ગોકુલ નગર સતવારા સમાજની સામે બાળકોના સ્‍મશાન પાસે, તા. ૧૭ થી ૧૮ આંગણવાડી કેન્‍દ્ર મુરલીધર નગર શેરી નંબર ૭ મુક્‍તેશ્વર મહાદેવ મંદિર ની સામે,  તા. ૨૦ થી ૨૧ આંગણવાડી કેન્‍દ્ર પાણાખાણ વાછરાદાદા મંદિર અને આરોગ્‍ય કેન્‍દ્ર જકાતનાકા, આંગણવાડી કેન્‍દ્ર દિગ્‍જામ મિલની પાછળ વુલન મિલની ચાલ રૂમ નંબર ૫, તા. ૨૩ થી ૨૪ આંગણવાડી કેન્‍દ્ર મહા-ભુજીની બેઠક નંદઘર, મહારાજા સોસાયટી, તારીખ ૨૭ થી ૩૧ આંગણવાડી કેન્‍દ્ર આણંદ બાવાનો ચકલો નવી વાસ ગુજરાત ગેસ વાળી શેરી જામનગર ખાતે વિનામૂલ્‍યે ઇ- શ્રમ રજીસ્‍ટ્રેશન કરી આપવામાં આવશે, તો આ તકે જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં વસવાટ કરતા દરેક શ્રમિકો,શહેરી શેરી ફેરિયાઓ,સખી  મંડળના બહેનો,આંગણવાડી  કાર્યકરો,આશા વર્કર બહેનો ,કારખાના મા કામ કરતા શ્રમિકો તથા ઘરકામ  કરતા દરેક બહેનો ને  પોતાના નજીકના વોર્ડ  મા આંગણવાડી કેન્‍દ્ર પર જઈ ઈ-શ્રમ રજીસ્‍ટ્રેશન કરાવવા અપીલ છે.

(11:53 am IST)