Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

લીંબડીના બોડિયા, લિયાદ, ઉઘલ ગામની નદીમાં રેતી ચોરી

 

વઢવાણ,તા. ૧૩: લીંબડી તાલુકાના બોડીયા, લિયાદ અને ઉઘલ ગામોની ભોગાવા નદીમાં રેતી માફિયાઓ બેફામ બનીને રેતી ચોરી કરી રહ્યા હોવાની રાવ ઉઠી છે. વોશ પ્‍લાન્‍ટ ઉભા કરી નદીમાં રેતી અને વીજ ચોરીની કરી રહ્યાની ફરિયાદો ઉઠી છે. રેતીમાફિયાઓ રેતી ચોરી કરી સરકારી તિજોરીને કરોડો રૂ.નો ચુનો લગાવી રહ્યા છે. તંત્ર આંખો બંધ કરીને તમાશો જોઈ રહ્યું હોય તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.

બોડીયા, લિયાદ અને ઉઘલ ગામોમાંથી રેતી ચોરી કરતા ભૂમાફિયાઓ તમામ હદ વટાવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રેતી ચોરી કરી પોતાનું ઘર ભરવા રેત માફિયા ખેડૂતોની જીવાદોરી સમાન નદીમાં રહેલા કુવા અને ચેકડેમો પણ ખોદી નાંખ્‍યા છે. નદીમાં રેતી ચોરી થતાં કુવામાં પાણીના તળ નીચે ઉતરી જાય છે. જગતનો તાત દયનીય સ્‍થિતિમાં મૂકાઈ રહ્યો છે.

(11:52 am IST)