Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ચોટીલા જસદણ રોડ ઉપર છોટાહાથી ટેમ્‍પોએ પલ્‍ટી મારતા ૧૫ને ઇજા

વઢવાણ,તા. ૧૩: ચોટીલા જસદણ હાઇવે ઉપર છોટાહાથી ટેમ્‍પો દૂધ ભરેલા વાહને પલટી મારતા જેમાં ૧૫ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા ત્‍યારે તેને ઈજા પામી છે જેમાંના સાત વ્‍યક્‍તિઓને ગંભીર ઇજાઓ પામવાના કારણે તાત્‍કાલિક અસરે ચોટીલા ખાતે સારવાર આપી અને રાજકોટ સારવાર માટે ખસેડ્‍યા છે. ટેમ્‍પો રોડ રસ્‍તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્‍યારે ડાઈવરે સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા પલટી મારી જવાની ઘટના સામે આવી હતી ત્‍યારે આજુબાજુમાં પસાર થતા વાહન ચાલકો એક બાજુ પોતાના વાહન ઊભા કરી અને ઇજાગસ્‍તોને તાત્‍કાલિક અસરે સારવાર માટે ખસેડ્‍યા હતા રાજકોટ સારવાર માટે રિફર કરવામાં આવ્‍યા છે ત્‍યારે ચોટીલા પોલીસ ઘટના સ્‍થળ ઉપર પહોંચી હતી.

(11:49 am IST)