Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભાવનગરમાં બે દિવસમાં કોરોનાના ૬ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩: ભાવનગર શહેરમાં કોરોના વાયરસ એ વધુ એક વખત માથું ઊંચકયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાયા છે.

છેલ્લા થોડાક સમયથી કોરોના ભુલાઈ ગયો હતો પરંતુ ફરી પાછો કોરોનાએ ચિંતા ની લાગણી ફેલાવી છે. ભાવનગર શહેરમાં જ શનિવાર અને રવિવારે ત્રણ -ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે .આમ હાલ ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવ કેસની સંખ્‍યા ૬ને  આંબી ગઈ છે. શહેરમાં વાયરલના કેસો વધી રહ્યા છે ત્‍યારે કોરોનાને લઇ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.

(11:21 am IST)