Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ચોટીલા પંથકમાં ચોરીના બુલેટ સાથે રોલા પાડતો ઢોકળવાનો શખ્‍સ ઝડપાયો

રાજકોટ પોલીસનો વણ ઉકેલાયેલ ગુનાનો ભેદ ખૂલ્‍યો

ચોટીલા તા. ૧૩ : નાની મોલડી પોલીસના પેટ્રોલીંગ દરમિયાન એક શખ્‍સ બુલેટ સાથે રોલા પાડતા ઝડપાતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે

મળતી માહિતી મુજબ નાની મોલડી પીએસઆઇ વાય.એસ.ચુડાસમા સ્‍ટાફ સાથે આણંદપુર ઢોકળવા ત્રણ રસ્‍તે વાહન ચેકીંગમાં હતા તે દરમ્‍યાન ઢોકળવા ગામ તરફથી એક નંબર વગરનુ બુલેટ મો.સા. લઇને આરોપી હરેશભાઇ વેલાભાઇ જાપડીયા નીકળતા તેને રોકી કાગળો માંગતા ગલ્લા તલ્લાં કરતા બુલેટ મો.સા. ના એન્‍જીન નંબર તથા ચેસીસ નંબર મોબાઇલ પોકેટ કોપમાં વાહન સર્ચ કરતા રાજકોટ સીટી બી ડીવી ગુન્‍હા મુજબ બુલેટ મો.સા. ચોરી થયેલનું જણાતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

પોલીસને ચેકીંગ દરમ્‍યાન ચોરીનું બુલેટ મળી આવતા રાજકોટ પોલીસને જાણ કરાઇ હતી તેમજ પંથકમાં નંબર પ્‍લેટ વગરના વાહન અંગે જો ઝૂંબેશ હાથ ધરવામાં આવે તો વધુ ચોરીના વાહાનો મળી આવે તેવી શક્‍યતા રહેલી હોવાનું પકડાયેલ બનાવ ઉપરથી ફલીત થાય છે.

 

(11:17 am IST)