Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કેશોદમાં રામનવમીની ભવ્‍ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવશે

(સંજય દેવાણી-કમલેશ જોશી દ્વારા) કેશોદ,તા.૧૩: કેશોદ શહેરમાં રામનવમીની ભવ્‍ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવાનું આયોજન કરવા માટે શ્રી રણછોડરાય મંદિર ખાતે મીટીંગ યોજાઈ હતી. કેશોદ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ આયોજિત બેઠકમાં શહેરનાં વિવિધ સામાજિક સંસ્‍થાઓ અને જ્ઞાતિના આગેવાનો ઉપરાંત નગરશ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

દર વર્ષે ભગવાન શ્રી રામ નાં જન્‍મદિવસ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવે છે એ મુજબ રામનવમીના દિવસે કેશોદ શહેરમાં ભવ્‍ય શોભાયાત્રા કાઢી રામનવમીની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ જ્ઞાતિ સામાજિક સંસ્‍થાઓ દ્વારા વાહનો ઝાંખી સાથે શણગારીને જોડાશે અને મુખ્‍ય ચોક વિસ્‍તારમાં સુશોભન કરવામાં આવશે. કેશોદના મુખ્‍ય માર્ગો પર હોડિગ્‍ઝ ફ્રેમ લગાવવામાં આવશે સમગ્ર શહેર ભગવા રંગે રંગાય જશે. કેશોદ શહેરમાં રામનવમી ની ભવ્‍ય ઉજવણી કરવા વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. કેશોદ શહેરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા દર શનિવારે અયોધ્‍યા ખાતે રામમંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે ત્‍યારથી સંકલ્‍પ શનીવાર તરીકે વિવિધ ધાર્મિક સ્‍થળો પર હનુમાન ચાલીસા પાઠ સત્‍સંગ કરવામાં આવે છે. કેશોદ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં સૌ ભાવિકો ભકતો ને જોડાવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

(10:47 am IST)