Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જામનગરમાં આજથી હાલારમાં કોલેજીયન યુવા વર્ગ માટે બે દિવસીય પ્‍લેસમેન્‍ટ કેમ્‍પ

કોલેજનાં અંતિમ સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરતા યુવાઓને રોજગારીની તક પુરી પાડશે ૬૫ કંપનીઓ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૧૩: જામનગર જીલ્લા તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાની કોલેજોમાં અંતિમ સેમેસ્‍ટર માં અભ્‍યાસ કરતા આર્ટસ, કોમર્સ, સાયન્‍સ, બી.એડ., કાયદા વિદ્યાશાખા અને એન્‍જીનીયરીંગ ના વિદ્યાર્થીઓને રોજગારી ની તક મળે, તે હેતુ થી આગામી ૧૩ અને ૧૪ માર્ચનાં રોજ ગર્વમેન્‍ટ કોમર્સ કોલેજ તથા જામનગર ની શ્રી ડી.કે.વી. આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ, જામનગરનાં સયુક્‍ત ઉપક્રમે પ્‍લેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ પ્‍લેસમેન્‍ટ કેમ્‍પનું ઉદઘાટન સમારોહ નાં મુખ્‍ય અતિથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ ના કુલપતિ શ્રી ડો. ગીરીશ ભીમાણી દ્વારા કરવામાં આવશે.જામનગર જીલ્લા રોજગાર અધિકારી શ્રી એસ.બી. સાંડપા તેમજ જામનગર જી.આઈ.ડી.સી. પ્‍લોટ એન્‍ડ શેડ હોલ્‍ડર એસો.ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરીયા તેમજ બંને જીલ્લાની કુલ ૧૬ કોલેજના આચાર્યઓ, અધ્‍યાપઓ, વિદ્યાર્થીઓ અને જુદી-જુદી કંપનીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે

આ પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્‍ટ્રેશન કરાવેલું છે. અને ૬૫ કંપનીઓનાં પ્રતિનિધિઓ ઉપરોક્‍ત વિદ્યાર્થીઓને રોજગારી ની તક પુરી પાડવા માટે ઉપસ્‍થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ ને રોજગારી ની તક પ્રાપ્ત થાય તે હેતુ થી રાજયના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કોલેજ ના અંતિમ સેમેસ્‍ટર માં અભ્‍યાસ કરતા સરકારી તેમજ ગ્રાન્‍ટ ઇન એઇડ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે છેલ્લા ૪ વર્ષ થી પ્‍લેસમેન્‍ટ કેમ્‍પનું આયોજન સમગ્ર ગુજરાત રાજય માં કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્‍યું છે.ᅠ

સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્‍લેસમેન્‍ટ કેમ્‍પનાં નોડલ ઓફિસર અને ગર્વમેન્‍ટ કોમર્સ કોલેજ જામનગર ના આચાર્યશ્રી ડો. એચ. બી. ઘેલાણી અને પ્‍લેસમેન્‍ટ કોલેજ કો-ઓર્ડીનેટર ડો. સોનલ જોષી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે

(10:46 am IST)