Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વાંકાનેરમાં જય વેલનાથ દાદા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમુહલગ્ન સંપન્‍ન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૩ : જય વેલનાથ દાદા એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ-વાંકાનેર દ્વારા આયોજીત આઠમો સમૂહલગ્ન મહોત્‍સવ સંપન્‍ન થયો હતો. આ પ્રસંગે મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી ઘનશ્‍યામબાપુ, મહંત શ્રી અશ્વિનભાઇ રાવલ, શ્રી વાઘજી ભગત, પુજારી તથા સેવકગણે હાજરી આપી હતી. લગ્નવિધિના શાષાી મુકેશભાઇ મહેતા થકી સાથ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

દિવળીયા નિવાસી રણછોડભાઇના સુપુત્ર સુનીલ સાથે મકનસર નિવાસી ભગવાનજીભાઇની સુપુત્રી તેજલ, વાંકાનેરના રાજેશભાઇ બારૈયાના સુપુત્ર આકાશ સાથે વાંકાનેરના ગંગારામભાઇ પરમારની સુપુત્રી લક્ષ્મી, મોરબી નિવાસી કરશનભાઇના સુપુત્ર બાબુ સાથે માળીયા નિવાસી નિતિશભાઇની સુપુત્રી સંજના, અમદાવાદ નિવાસી અરજણભાઇ ઠાકોરના સુપુત્ર રાહુલ સાથે વાંકાનેર નિવાસી ધનજીભાઇ જાદવની સુપુત્રી ગાયત્રી, ધરમપુર નિવાસી વશરામભાઇના સુપુત્ર પરબત સાથે મોટાભાગે નિવાસી વેરશીભાઇની સુપુત્રી-બચુબેન, પાંચ દ્વારકા નિવાસી હેમંતભાઇ સુપુત્ર ભૂપત સાથે મોટા ભેલા નિવાસી વેરશીભાઇની સુપુત્રી શિલ્‍પા અને તિથવા નિવાસી પ્રવિણભાઇના સુપુત્ર હસમુખ સાથે અરણીટીંબા નિવાસી ભરતભાઇના સુપુત્રી ફુલવંતીએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

ઉપરકોત આઠમા સમુહલગ્ન મહોત્‍સવમાં દાતાઓ દ્વારા તમામ દિકરીઓને ઘર શણગાર સાથે કરીયાવરની તમામ વસ્‍તુઓ જેવી કે, સોના-ચાંદીના ઘરેણાઓ, ઘરવખરીની તમામ આઇટમો ભેટ સ્‍વરૂપે અપાઇ હતી. આ પ્રસંગે ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ : ગુજરાત ચુવાળીયા કોળી સમાજ) તથા જેન્‍તીભાઇ મકેસણીયા, રામ કે. માણસુરીયા, રમેશભાઇ કણજરીયા, દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉઘરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી, ભરતભાઇ સુરેલા તથા અન્‍ય આમંત્રિતોએ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્‍યા હતા.

(10:45 am IST)