Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વિરમગામ પાસે ૭૨ હજારનો દારૂ ઝડપાયો

 વઢવાણઃ વિરમગામ તાલુકાના સોકલી ગામ તરફથી હાસલપુર ચોકડી તરફ આવતી ગાડીને વિરમગામ ગ્રામ્‍ય પોલીસે નર્મદા હોટલ સામે કટ ઉપર વોચમાં ઉભા હતા તે દરમિયાન ઉભી રાખી ગાડીની તલાસી લેતા વચ્‍ચે સીટ ફોલ્‍ડ કરી એક ખાનુ બનાવેલ તે ખાનું ખોલી તપાસ કરી હતી. તપાસમાં જુદી જુદી બ્રાન્‍ડની વિદેશી દારૂની બોટલ ૪૮૦ જેની કિંમત ૭૨,૦૦૦ તથા ગાડીની કિંમત રૂપિયા બે લાખ, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨,૭૨,૩૦૦ના મુદ્દા માલ સાથે આરોપી હનુમાનરામ ગંગારામ બિન્નોઇ હેકરવાડા તાલુકો રાણીવાડા જિલ્લો જાલોરની અટકાયત કરવામાં આવી હતી. વિદેશી દારૂ ભરી આપનાર વોન્‍ટેડ આરોપી ગુમાનસિંહ સોનાજી રહે. સેવરા જિલ્લો ઝાલોર સામે વિરમગામ ગ્રામ્‍ય પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:44 am IST)