Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ધોળકામાં પરપ્રાંતિય લાશ મળી : બાજુમાં રિવોલ્‍વર પડી હતીઃ હત્‍યા કે આત્‍મહત્‍યા?

વઢવાણ,તા. ૧૩: બગોદરા હાઈવે પાસેથી ઉત્તર પ્રદેશના વતનીનો મૃતદેહ મળી આવ્‍યો હતો. તેની પાસે રિવોલ્‍વોર પડેલી પોલીસને મળતા તેની હત્‍યા થઈ છે કે આત્‍મ હત્‍યા તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ધોળકા બગોદરા હાઇવે પર આવેલી કેલાપીર દરગાહ પાસેથી એક મૃતદેહ મોડી સાંજે મળી આવ્‍યો હતો.ᅠ

મૃતદેહ પાસેથી રિવોલ્‍વર પણ પડેલી મળી આવી હતી. બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્‍થળ પર જઈ મૃતદેહનો કબજો લઇ તપાસ કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને હાલ બાવળા ખાતે રાહતો પવનકુમાર રામસ્‍વરૂપભાઈ લોધી હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું. પવનકુમારે આત્‍મહત્‍યા કરી છે કે તેની હત્‍યા થઇ છે તે દિશામાં પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે.

(10:44 am IST)