Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આટકોટની જૂના પીપળીયા શાળામાં કરાટેની તાલીમ અપાઇ

આટકોટ : શ્રી જુનાપીપળીયા તા.શાળાની ધોરણ ૫થી૮ની વિદ્યાર્થીનીઓને બાળપણથી જ સ્‍વરક્ષણ અને સશક્‍તિકરણ જેવા કૌશલ્‍ય હસ્‍તગત કરી શકે તે માટે કરાટેની તાલીમ આપવામાં આવી રહી છે.જેમાં વિદ્યાર્થીનીઓને શારીરિક ક્ષમતા વિકાસ માટે કસરત,ખોરાક,વિવિધ પ્રવળત્તિઓ વિશે માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવે છે.આ તાલીમથી વિદ્યાર્થીનીઓમાં નીડરતા, હિંમત, સાહસ જેવા અનેક ગુણો વિકસિત થયા છે.  (તસવીર - અહેવાલ : કરશન બામટા આટકોટ)

(12:41 pm IST)