Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સોમનાથ સંસ્‍કૃતિ યુનિવર્સિટીમાં વાગ્‍વર્ધિનીસભાનો સંપૂર્તિ સમારોહ યોજાયો

પ્રભાસ પાટણ :  શ્રી સોમનાથ સંસ્‍કળત વિશ્વવિદ્યાલયમાં વાગ્‍વર્ધિનીસભાનો સંપૂર્તિ સમારોહ યોજાઈ ગયો.  કુલપતિ પ્રો.(ડો.) લલિતકુમાર પટેલજી અને   કુલસચિવ ડો. દશરથભાઈ જાદવજીના માર્ગદર્શનમાં વિશ્વવિદ્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે.  છાત્રોનું વાગ્‍કૌશલ્‍ય વધે તે માટે સંપૂર્ણ વર્ષ સુધી અઠવાડિયામાં -તિ શુક્રવારે વાગ્‍વર્ધિની સભાનું આયોજન થતું રહે છે. આજે આ વાગવર્ધિની સભાનો સમાપન સમારોહ હતો. માનનીય કુલપતિશ્રી પ્રો.લલિતકુમાર પટેલજીની અધ્‍યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. માનનીય કુલપતિશ્રીએ પોતાના -ેરણાસ્‍પદ પ્રવચનમાં આપણા જીવનને સંસ્‍કળત સાથે સાંકળી લેવાની વાત કરી હતી. વ્‍યાકરણ વિભાગના અધ્‍યક્ષ પ્રો. વિનોદ કુમારઝાજીએ વિદ્યાર્થીઓને સંસ્‍કળતમય વાતાવરણમાં રહેવાની વાત કરી હતી. પ્રિન્‍સિપાલ નરેન્‍દ્રકુમાર પંડ્‍યાજી વાગ્‍વર્ધનકૌશલ્‍યના ઉદ્દેશો વર્ણવ્‍યા હતા. વાગ્‍વર્ધિનીસભાના અધ્‍યક્ષ ડૉ. ડી. એમ. મોકરિયાજીએ શાબ્‍દિક સ્‍વાગત સાથે વાગ્‍વર્ધિની સભાનું વળત્તકથન કર્યું હતું. ડો. અપૂર્વા અગ્રવાલજીએ આભાર વિધિ કરી હતી. વિદ્યાર્થીઓમાંથી વાગ્‍વર્ધિની સભા અંગે કિશન જોષી, નીલ દવે અને વિવેક જોશીએ -તિભાવો આપી વાગ્‍વર્ધિની સભામાંથી વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલા કૌશલ્‍યોને વર્ણવ્‍યા હતા. હિતેશકુમાર ઠાકુરે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યકર્મનો પ્રારંભ દિપ પ્રાગટયથી થયો હતો અને અંતે પૂર્ણતામંત્રથી સમાપન કરવામાં આવ્‍યું હતું. વિશ્વવિદ્યાલયનો આ કાર્યક્રમ પણ રહ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્‍યાપકશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. વિશ્વવિદ્યાલયનું ગૌરવ વધારતો આ કાર્યક્રમ અદ્વિતીય રહ્યો હતો.  (તસ્‍વીર-અહેવાલ : દેવભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(1:57 pm IST)