Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કલા મહાકુંભમાં રાજ્‍ય કક્ષાની ભરતનાટયમ્‌ નળત્‍યમાં સૌરાષ્‍ટ્ર ઝોનમાં તળતીય સ્‍થાન મેળવતી જૂનાગઢની હિયા મકવાણા

જૂનાગઢ તા.૧૦ રાજ્‍ય કક્ષા કલા મહાકુંભ સ્‍પર્ધા-૨૦૨૨-૨૩નું આયોજન અમરેલી જિલ્લા ખાતે તા.૫ થી ૭ માર્ચ સુધી કરવામાં આવ્‍યું હતું. કલા મહાકુંભ સ્‍પર્ધા અંતર્ગત વિવિધ સ્‍પર્ધામાં જૂનાગઢ જિલ્લાના સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલના સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ડો.નયના તથા ડૉ. હાર્દિક મકવાણા (એસોસિયેટ પ્રોફેસર)ની પુત્રી હિયા મકવાણા ૬ થી ૧૪ વર્ષની ભરતનાટયમ્‌ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યમાં તળતીય અને સૌરાષ્‍ટ્ર ઝોનમાં -થમ નંબર મેળવી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 

રાજ્‍ય કક્ષાની કલા મહાકુંભમાં વક્‍તળત્‍વ, લગ્નગીત, ભરતનાટયમ્‌ અને લોકગીત/ભજનમાં જૂનાગઢ જિલ્લાના સ્‍પર્ધકોએ નંબર મેળવ્‍યા છે. જૂનાગઢ સિવિલ હોસ્‍પિટલના સુ-ન્‍ટિેન્‍ડન્‍ટ ડો.નયના તથા ડૉ. હાર્દિક મકવાણા (એસોસિયેટ -ોફેસર)ની પુત્રી હિયા મકવાણાએ ૬ થી ૧૪ વર્ષની ભરતનાટયમ્‌ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યમાં તળતીય અને સૌરાષ્‍ટ્ર ઝોનમાં -થમ સ્‍થાન મેળવ્‍યું છે. હિયા છેલ્લા ૫ વર્ષથી ભરતનાટયમ્‍ની તાલીમ મેળવી રહી છે અને પ્રથમ વખત જ કલા મહાકુંભમાં ભાગ લઇને તળતીય સ્‍થાન મેળવી જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

(10:09 am IST)